મંગળ અને બુધનો સ્વ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને થશે ફાયદો

June 25, 2022

અમદાવાદ : જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ અને બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલું છે. મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ અને શૌર્યનો કારક ગ્રહ ગણવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્વિક રાશિના સ્વામી માનવામાં આવે છે. તે મકર રાશિમાં ઉચ્ચ સ્થાને હોય છે અને કર્ક તેની નીચ રાશિ છે. જ્યારે ગ્રહોના રાજકુમાર તરીકે જાણીતા બુધદેવને બુદ્ધિ, વાણી, તર્ક શક્તિ, સંવાદ, ગણિત, ચતુરાઈ અને મિત્રતાનો કારક ગ્રહ ગણવામાં આવે છે. બુધને મિથુન અને કન્યા રાશિનો સ્વામી માનવામાં આવે છે. મંગળ 27 જૂનના રોજ સ્વ રાશિ મેષમાં પ્રવેશ કરશે અને બુધ 2 જુલાઈના રોજ સ્વ રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. આ બન્ને ગ્રહોના પોતાની સ્વ રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થવાનો છે. તો ચાલો જાણીએ કે મંગળ અને બુધના આ રાશિ પરિવર્તનથી કઈ કઈ રાશિઓને લાભ થશે

મેષ રાશિઃ મંગળ ગ્રહનું ગોચર મેષ રાશિમાં થવાનું છે જે આ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આ સમયગાળામાં તમારી નોકરીમાં કાર્યક્ષેત્રની સ્થિતિમાં સુધારો થશે. તમને જીવનસાથીનો સાથ મળશે. તમને માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તમને તમારા અટવાયેલા નાણાં પાછા મળી શકે છે. તમને શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે અને મિત્રોનો સહયોગ મળશે. આ સમયગાળામાં તમે પરિવારના સદસ્યો સાથે સમય પસાર કરશો. તમને કામમાં સફળતા મળશે.

મિથુન રાશિઃ બુધ ગ્રહનું ગોચર મિથુન રાશિમાં થવાનું છે. તમને માતાનો સહયોગ મળશે. આ સમયગાળામાં નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. તમારા કાર્યક્ષેત્રમાં ફેરફારની શક્યતા છે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. તમને કપડાં અને ઘરેણાંઓ પ્રત્યે રસ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. તમારા પરિવારમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે. કાર્યસ્થળે બધા તમારા કામના વખાણ કરશે.

વૃશ્વિક રાશિઃ આ રાશિ માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. તમારા મનમાં શાંતિ અને આનંદનો ભાવ રહેશે. તમને શૈક્ષિણક કાર્યોનું સારૂં પરિણામ મળશે. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. કપડાં વગેરે તરફ તમારો રસ વધશે. તમારી નોકરીમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. તમારી આવકમાં વધારો થશે. તમારા માટે લેવડ-દેવડ અને રોકાણ માટે આ સમય શુભ છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. 

ધન રાશિઃ આ રાશિના જાતકોને તેમના સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. તમે પારિવારીક જીવનમાં આનંદનો અનુભવ કરશો. તમે આ સમયગાળા દરમિયાન નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિઓમાં ભાગ લેવાની તક મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે જીવનસાથી સાથે સમય પસાર કરશો.