શ્રીનગરમાં 8 વર્ષમાં પહેલી વખત -7.8 ડિગ્રી પહોચ્યો પારો, હિમાલયન હરણનાં અસ્તિત્વ પર જોખમ

January 13, 2021

શ્રીનગર- કાશ્મિરમાં થઇ રહેલી સતત હિમ વર્ષાથી સામાન્ય લોકોની સાથે-સાથે વન્યજીવો પણ ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે, અને તેની શોધમાં મેદાનો તરફ પ્રયાણ કરી રહ્યા છે, સરકારે હિમાલયી હરણ (હંગુલ)ને ખવડાવવા માટેની વ્યવસ્થા કરી છે.

દાચીગામ રાષ્ટ્રિય ઉદ્યાન કાશ્મિરમાં હિમાલયી હરણ માટે વિશ્વ વિખ્યાત નેશનલ પાર્ક છે, હાલ આ જીવ ખોરાકની શોધમાં મેદાની વિસ્તારો તરફ આવી રહ્યા છે, પહાડો બરફઆચ્છાદિત થયા છે, આ પર્વતોનાં જંગલી જીવોનાં અસ્તિત્વ માટે સવાલ ઉભો થયો છે, આ હિમાલયન હિંગુલને બચાવવા માટે વન્ય વિભાગ ા જંગલી જાનવરોને જરૂરી ભોજન આપી રહ્યા છે. આ નેશનલ પાર્કમાં 1900ની શરૂઆતમાં 5 હજારથી પણ વધુ હંગુલ હતા, પરંતું હાલ માત્ર 240 થી 250 જ બચ્યા છે, હવે આ જીવને બચાવવા તે વન વિભાગ માટે પડકારરૂપ છે.  


અત્રે ઉલ્લેખનિય છે કે કાશ્મિરનાં શ્રીનગરનું લઘુત્તમ તાપમાન શુન્યથી  7.8 ડિગ્રી નીચે નોંધાયું, આ તાપમાન 8 વર્ષનું સૌથી નીચું નોંધાયું છે, આ પહેલા લઘુત્તમ તાપમાન 14 જાન્યુઆરી 2012ને નોંધાયું હતું, ઠંડીનાં કારણે શહેરમાં રહેતા લોકોને મુશ્કેલી થઇ રહી છે, પાણીનાં નળોમાં રહેલું પણ થીજી ગયું છે, અને માર્ગો પણ બરફ આચ્છાદિત થઇ ગયા છે. આવી સ્થિતી સમગ્ર ખીણ વિસ્તારમાં જોવા મળી રહી છે, આ પરિસ્થિતી પરંપરાગત ચિલ્લઇ કલાનનાં 40 દિવસોનાં સમયગાળા દરમિયાન જોવા મળે છે.