હળવદ પાસે નવદંપતીની કાર કેનાલમાં ખાબકી, બચવા માટે બોનેટ પર ચડીને દોરડું પકડ્યું છતાં ન બચ્યાં, 10 મહિના પહેલાં થયા હતા લગ્ન

January 15, 2022

મોરબી    :હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતીની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા નવદંપતીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

નોંધનીય છે કે કાર કેનાલમાં ખાબકતાં બંને ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇ બોનેટ પર ચઢી ગયા હતા. તેમજ એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં રાંઢવુ પણ નાખ્યું હતું અને આ નવદંપતીએ દોરડું પકડી પણ લીધુ હતુ પણ તેઓ બચી શક્યા નહોતા.