મિક્સ વેજ સેવૈયા પુલાવ

November 23, 2020

સામગ્રી
2 કપ સેવૈયા
1 વાટકી - બાસમતી ચોખા
ગાજર, બટેટ, ડુંગળી, 
વટાણા, કોર્ન, લસણ, આદુ-મરચાની પેસ્ટ, 
લવિંગ, તજ, તમાલ પત્ર

બનાવવાની રીત 
સૌ પ્રથમ મીડિયમ આંચ પર પેનમાં તેલ નાંખીને ગરમ કરો. ડુંગળી ટમેટા નાખી સાંતળો, હવે બધી શાકભાજીને નરમ થાય ત્યાં સુધી પકાવો. ગરમ મસાલો, લાલ મરચુ, ગળદર, મીઠુ ગરમ મસાલો નાખી ચડાવો. પછી તેમાં સેવૈયા નાંખીને 2 મિનિટ સુધી શેકો. હવે ધીરે ધીરે પાણી નાંખીને ઉકાળો આવશે ત્યાં સુધી પકાવો. ઉફાણો આવે પછી ઉકાળેલા ભાત નાખીને હલાવો. ક્યારેક ઘરમાં ભાત વધારે પડ્યો હોય છે ત્યારે તમે આ રીતે પુલાવ બનાવી શકો છો. આ પુલાવ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ પુલાવને તમે ગરમા ગરમ કઢી સાથે ખાઇ શકો છો.