બ્રિટીશ કોલંબિયાની વધુ એક નિવાસી શાળા પાસેથી ૧૬૦ કબરો મળ્યાનો દાવો

July 17, 2021

  • ટાપુ પર રહેતા લોકો માટે આગામી સમયમાં રાહત કેમ્પ યોજવા પેનેલાકુટ જાતિની જાહેરાત
વાનકુંવર : ફર્સ્ટ નેશનના અહેવાલ મુજબ બ્રિટીશ કોલંબિયાની વધુ એક નિવાસી શાળાની નજીકથી ૧૬૦થી વધુ લોકોની અજાણી કબરો મળી આવી છે. પહેલા જે કુપર આઈલેન્ડ તરીકે ઓળખાતો હતો એ પેનેલાકુટ આઈલેન્ડમાંથી એક નિવાસી શાળા નજીકથી અજાણ્યા લોકોની ૧૬૦થી વધુ કબરો મળી આવી હોવાનો દાવો પેનેલાકુટ જાતિના વડા જોઆન બ્રાઉને સોમવારે એક ઓનલાઈન નિવેદનમાં કર્યો હતો. 
ચેમેનિયસ નજીકના કાંઠે આવેલો નાનો ટાપુ કુપર આઈલેન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્કુલ ધરાવતો હતો. જેનું સંચાલન ૧૮૯૦થી ૧૯૭પ સુધી કેથોલિક સંસ્થા સંભાળતી હોવાના પુરાવા છે. આ લોકોએ જ આપણા જાતિભાઈઓને મારીને દફનાવી દીધા હોઈ શકે, એવી શકયતા પણ નિવેદનમાં વ્યકત કરાઈ હતી. કેમકે આસપાસના વિસ્તારમાંથી જ આ શાળામાં ભણવા વિદ્યાર્થીઓ આવતા હતા. 
એ બધા પોતાના ઘરે પાછા નથી ફરી શકયા એનું દુખ છે. આવા સામુહિક હત્યાકાંડો માફીને પાત્ર નથી. વળી એ માનવાધિકારોનું હનન પણ કરે છે. આમ છતાં એનાથી બચવું જરૂરી છે. સમય જતા વાગેલા ઘા રૂઝાઈ શકે છે, પણ હંમેશા માટે આવા ઘા રૂઝાતા નથી. કેમ કે, એનો બોજો ઘણો વધુ હોય છે. આ તપાસ બહાર આવ્યા બાદ પેનેલામુટ જાતિએ આઈલેન્ડ ઉપર બે સત્ર યોજીને લોકોને રાહત આપવાનું આયોજન કર્યું છે. આવનારા અઠવાડિયાઓમાં આ કાર્યક્રમ યોજાશે. માર્ચમાં નાના બાળકો માટેનું સત્ર પણ યોજાશે એમ પણ જાતિના વડાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણે આવા નરસંહારનું દુખ સહન કરવા તૈયાર રહેવું પડશે. એમાં થોડો સમય પણ લાગશે. કેમ કે, એટલી ધીરજ કેળવવી મુશ્કેલ પણ હોય છે.