સાંસદ અભય ભારદ્વાજની તબિયત કથળી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

September 15, 2020

રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક હોવાનુ જાણવા મળ્યું છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહીં છે.

સોમવારના રાત્રિના ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 31 ઓગસ્ટના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે તેમનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. તો ગઈકાલે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના પોઝિટિવ હોવાનું તેઓએ ખુદ જાહેર કર્યું હતું.

ગઇકાલે ગાંધીનગરમા યોજાયેલી બુધવારની કેબિનેટ બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતાં. જેના બાદ તેઓને પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જોકે, સામાન્ય લક્ષણો જણાતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે.

તો બીજી તરફ, ગઈકાલે ભાજપનાં વધું એક ધારાસભ્ય કોરોના સંક્રમિત હોવાનું ખૂલ્યું હતું. જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેઓને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. આ સાથે જ, સુરતમા પણ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત થયા છે. સુરતમાં ભાજપના બે કોર્પોરેટરને કોરોના નીકળ્યો છે. કોર્પોરેટર અમિત રાજપૂત અને મુકેશ દલાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્નેને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆત થઇ ગઇ છે. જોકે પહેલા દિવસે દરેક સાંસદોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આશરે 30 જેટલા સાંસદો અને સંસદના સ્ટાફના 50 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેથી તેમને સંસદમાં પ્રવેશ નહીં મળે. આ સાંસદોને કોરોનાની સારવાર અપાઇ રહી છે. જેમની સિૃથતિ વધુ ખરાબ છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે અન્યોએ પોતાને ઘરે જ ક્વોરન્ટાઇન કર્યા છે.