મુકેશ અંબાણીની સંપતીમાં 1.1 લાખ કરોડ રૂપિયાનું થયું ધોવાણ

March 12, 2020

નવી દિલ્હી : કોરોના વાયરસનો ભય લોકો પર એ રીતે છવાયો છે કે રોકાણકારોમાં હડકંપ મચ્યો છે, અને તે સુરક્ષીત મુડી રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે શેર બજાર સતત તુટી રહ્યું છે.

આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 3200 પોઇન્ટ તુટ્યો હતો, બાદમાં થોડા સુધારા સાથે તે 2900 પોઇન્ટ પર બંધ રહ્યો, માર્કેટ તુટવાની અસર દેશનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પર પણ થઇ, રિલાયન્સનો શેર આજે 52 સપ્તાહનાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો. 

આજે રિલાયન્સનો શેર 1063 પર બંધ થયો, જ્યારે આ દરમિયાન તે 1048 સુંધી પહોંચી ગયો, 27 ડિસેમ્બર 2019નાં વર્ષનાં છેલ્લા કારોબારી દિવસે રિલાયન્સનો શેર 1537 રૂપિયા પર હતો.

છેલ્લા 70 દિવસમાં શેરનો ભાવ ઘટીને 1063 પર પહોંચી ગયો, એક શેરની કિંમત લગભગ 475 રૂપિયા ઘટી ગઇ છે,તેનો મતલબ તે થયો કે કોરોના અને અન્ય કારણોથી રિલાયન્સનો શેર લગભગ 30 ટકા ઘટી ગયો છે.

શેર માર્કેટમાં થયેલા હાહાકારનાં કારણે મુકેશ અંબાણીની સંપત્તીને ઘણું નુકસાન થયું છે, છેલ્લા 70 દિવસોમાં તેમની સંપત્તીનું  લગભગ 15.20 અબજ ડોલર (1.1 લાખ કરોડ)નું ધોવાણ થયું છે.

તેમની પાસેથી ફરી એકવાર દુનિયાનાં સૌથી અમિર વ્યક્તિનો ખિતાબ છિનવાઇ ગયો છે, ફરી એકવાર અલીબાબાનાં ચેરમન જેક મા એશિયાનાં સૌથી અમિર શખશ બની ગયા છે.