નમસ્તે ટ્રમ્પઃ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

February 24, 2020

અમદાવાદ- વિશ્વનાં સૌથી તાકાતવર દેશનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. 
આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર શંખ-ઢોલ-મંજીરા સાથે સ્વાગત કરવામાં આવ્યું. ટ્રમ્પ-મેલેનિયા માટે 150 ફૂટ લાંબી રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. તેમના સ્વાગત માટે 19 કલાકાર પર્ફોર્મન્સ કર્યું. એરપોર્ટની અંદર એક હજાર કલાકાર પારંપારિક નૃત્ય કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો.
ત્યાર બાદ એરપોર્ટથી ટ્રમ્પ ગાંધી આશ્રમ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાલ ઓઢાડી તેમનુ સ્વાગત કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી. અહીં ટ્રમ્પે ચરખો પણ કાંત્યો હતો. ચરખો કાંતવામાં તેઓ મૂંઝાતા આશ્રમની બહેનોની મદદ લીધી હતી.

-ડોનાલ્ડ ટ્રમ્પે શું લખ્યુ ગાંધી બુકમાં?
આ પ્રસંગે મેલેનિયા ટ્રમ્પે પણ ચરખો કેવી રીતે ચાલે છે તે નિહાળ્યું હતું. તો સમગ્ર મુલાકાતમાં વડાપ્રધાન મોદી તેમના ગાઈડ બન્યા હતા. ગાંધી આશ્રમની વિઝીટર બૂકમાં ટ્રમ્પે ખાસ મેસેજ પણ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું કે મારા મિત્ર નરેન્દ્ર મોદીનો અદભુત મુલાકાત બદલ આભાર.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતીકરૂપે ગાંધીજીના ત્રણ વાંદરા ભેટમાં આપ્યાં.