ચિરીપાલની નંદન ડેનિમ ફેક્ટરી આગમાં મૃત્યુઆંક ૭ ઃ મેનેજિંગ ડિરેક્ટર સહિત છ સામે ગુનો

February 11, 2020

ફેક્ટરીના અધિકારીઓ પકડાય છે, માલિકો પકડાતા નથી


અમદાવાદ- પીપળ-પિરાણા રોડ પર આવેલી ચીરાપાલ  ગૃપની નંદન  ડેનિમ ગારમેન્ટની ફેકટરીમાં શનિવાર ભીષણ આગ લાગી હતી. જેમાં મૃત્યુઆંક સાતે પહોચ્યો છે. નારોલ પોલીસે કંપનીની ગંભીર બેદરકારી બદલ ચિરીપાલના એમડી જ્યોથીભાઇ ચિરીપાલ સહિત છ સત્તાધીશો સામે ગુનો નોધીને ત્રણની ધરપકડ કરી છે.  પોલીસ તપાસમાં અગ્નિકાંડમાં ચોેકાવનારી બાબત એ છે કે ફેકટરીમાં વેન્ટીલેશનનો અભાવ હતો  જેથી  આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા એક તરફ  અસહ્ય ધૂમાડાના કારણે ગુંગળામણ  થઇ હતી તો બીજીતરફ  એક જ સીડી અને એક દરવાજો હોવાથી કર્મચારીઓ બહાર નીકળી શક્યા ન હોવાથી ત્રણ મહિલા સહિત સાત લોકો જીવતા ભુંજાઇ ગયા હતા.


નારોલ વિસ્તારમાં પીપળજ-પિરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ કાપડની ફેકટરીમાં આવેલા અલગ અલગ વિભાગોમાં  શર્ટીગ વિભાગમાં નીચેના ભાંેય તળિયે કાપડ બનાવવા માટેની મશીનરી  હતી જે મશીનરી દ્વારા તૈયાર થયેલા કાપડ ભોંય તળિયે તથા તેના ઉપરના પ્રથમ માળે કાપડનું પેકિંગ થતું હતું અને આ કંપનીની અંદર શર્ટીંગ ડિવિઝન વિભાગ આવેલો હતો જે યુનિટમાં જુદા જુદા ૧૫૫થી વધુ કારીગરો રાત- દિવસ દરમિયાન કામ કરતા હતા.
શનિવારે નંદન ડેનિમ કંપની ચાલુ હતી શર્ટીંગ વિભાગમાં ભોંય તળિયે તથા પ્રથમ માળે કારીગરો કામ કરતા હતા તે   દરમિયાન સાંજે ૫.૩૦ વાગે કંપનીની શર્ટીંગ વિભાગમાં પ્રોડક્શન વિભાગની છતના ભાગે અચાનક આગ લાગતા કામ કરતા કારીગરો બુમાબુમ કરીને બહાર નીકળી ગયા હતા. આ સમયે પ્રથમ માળે દરવાજા પાસે આગ વધુ પ્રસરતા એક જ દરવાજો હોવાથી કામદારો બહાર નીકળી શક્યા ન હતા. બુમાબુમથી કંપનીના જનરલ મેનેજર જયેન્દ્રભાઇ રાજપુતે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની જાણ તથાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ વોટર ટેન્કર અને ફાયર ફાઇટર સહિત ૨૦ જેટલી ગાડીઓ અને ૧૫૦ કર્મચારીઓના સ્ટાફ સાથે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી.

આગ વધુ પ્રસરી હોવાથી આખા વિભાગમાં આગના ધૂમડાના કારણે સાત જેટલા કારીગરો કંપનીની અંદર ફસાઇ ગયા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યા બાદ અંદર સર્ચ કરતાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જયારે આજે દિવસ દરમિયાન અન્ય બે કમદારોની બળેલી હાલતમાં લાશો મળી હતી કામદારો એટલા ગંભીર રીતે દાઝી ગયા હતા કે મૃતદેહની ઓળખ માટે બહુ મહેનત કરવી પડી હતી. 

આ ઘટના અંગે નારોલ પોલીસે નંદન ડેનિમ કાપડની ફેકટરીના ચિરીપાલ ગૃપના છ સત્તાધીશો સામે કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ગુનોનોધ્યો હતો. જેમાં કંપનીના માલિક જ્યોથીભાઇ ચિરાપાલ (એમ.ડી) તથા દિપકભાઇ ચિરીપાલ (સી.ઇ.ઓ) તેમજ હોલ ટાઇમ ડિરેક્ટર પી.કે.શર્મા અને શર્ટીંગ વિભાગના જનરલ મેનેજર બી.સી. પટેલ તેમજ ડેપ્યુટી જનરલ મેનેજર એચ.એમ.પટેલ અને કંપનીના ફાયર સેફટી ઓફિસર રવિકાન્ત સિંન્હા અને અન્ય  જવાદાર અધિકારી, કર્મચારીઓ સામે ફરિયાદ નોધીને ત્રણની ધરપકડકરી છે.