ત્વચા સાથે ક્યારેય ન કરો આ ભૂલો, ખીલની સમસ્યાથી મળશે છુટકારો

November 27, 2021

સામાન્ય રીતે, કિશોરાવસ્થામાં આવતા જ શરીરમાં હોર્મોનલ ફેરફારોને કારણે ચહેરા પર ખીલ થવાના શરુ થઈ જાય છે. પરંતુ એવા ઘણા લોકો છે જેમને ઉંમરના આગળના તબક્કામાં પણ પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનું સામાન્ય કારણ પ્રદૂષણ અને ત્વચાની સંભાળનો અભાવ છે. આમાં ખીલની સમસ્યા બહુ સામાન્ય છે. પ્રદૂષણ, ધૂળ, માટી અને ભેજને કારણે આ સમસ્યા વધુ વધે છે. એવામાં જો ત્વચાને લઈને કંઈ પણ બેદરકારી કરો છો તો બીજા દિવસે ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે. જો તમે આ ટિપ્સ અપનાવશો તો ખીલની સમસ્યા ઘટી શકે છે.

ચહેરા પર સાબુ લગાવવો
વાસ્તવમાં, સામાન્ય સાબુમાં હાર્શ કેમિકલ્સ હોય છે, જેના ઉપયોગથી ત્વચાનું pH સ્તર બગડી શકે છે. જેના કારણે ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ શકે છે અને ખીલ પણ આવી શકે છે. ત્વચા પર સાબુને બદલે ફેસવોશનો ઉપયોગ કરો.

સ્કિનકેર પ્રોડક્ટ્સને વારંવાર બદલવા
તમારી ત્વચાના પ્રકાર અનુસાર સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો હંમેશા વધુ સારું છે. આમ કરવાથી ત્વચાની રચના બદલાતી નથી અને ત્વચાને વધુ સારી રીતે જાળવી શકીએ છીએ.

ઓછું પાણી પીવું
જો તમે આખા દિવસ દરમિયાન ઓછું પાણી પીતા હોવ તો તેની અસર તમારી ત્વચા પર પણ પડે છે. ઓછું પાણી પીવાથી ત્વચા નિસ્તેજ અને શુષ્ક બને છે. દિવસમાં 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ.

વારંવાર ચહેરાને સ્પર્શ કરવો
ઘણા લોકોને એવી આદત હોય છે કે તેમનો હાથ વારંવાર આંખો, ક્યારેક નાક તો ક્યારેક ચહેરા પર જાય છે. જેના કારણે ત્વચા સરળતાથી બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. આના કારણે પણ પિમ્પલ્સ થાય છે. ચહેરાને વારંવાર અડવાનું બંધ કરો.