અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની કરવામાં આવી જાહેરાત

October 11, 2021

દિલ્હીઃ અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે અમેરિકાના ડેવિડ કાર્ડ,જોશુઆ ડી. એગ્રિસ્ટ અને ગુડ્ડો ઈમ્બેન્સને અર્થશાસ્ત્ર માટે 2021ના નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.


નોબેલ સમિતિએ શ્રમ અર્થશાસ્ત્રમાં યોગદાન માટે ડેવિડ કાર્ડને પુરસ્કારનો અડધો ભાગ આપ્યો છે, જ્યારે બાકીનો અડધે ભાગ સંયુક્ત રીતે જોશુઆ ડી.એંગ્રિસ્ટ અને ગુઈડો ડબલ્યુ. ઈમ્બેન્સને કારણ સંબંધોના વિશ્લેષણમાં તેમના મેથેડોલોજિકલ યોગદાન માટે આપવામાં આવ્યો છે.


ગત વર્ષનો એવોર્ડ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે અર્થશાસ્ત્રી પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને મળ્યો હતો. જેમણે હરાજી ને વધુ કુશળતાથી સંચાલિત કરવાની મુશ્કેલ સમસ્યાને વધુ અસરકારક રીતે હલ કરી હતી. નોંધનિય છે કે, શાંતિ નોબેલ પુરસ્કાર પછી આર્થિક નોબેલની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે પત્રકાર મારિયા રસા અને દિમિત્રી મુરાટોવને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો માટે આપવામાં આવ્યો હતો. અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકતંત્ર અને કાયમી શાંતિ માટે એક પૂર્વ શરત છે. જ્યાં મારિયા ફિલિપાઇન્સ સ્થિત ન્યૂઝ સાઇટ રેપરના સીઇઓ છે, તો બીજી તરફ દિમિત્રી આંદ્રેયેવિચ મુરાટોવ રશિયન અખબાર નોવાયા ગઝેટાના મુખ્ય સંપાદક છે.