હવે દાદાની બાયોપિક:પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીના જીવન પર ફિલ્મ બનશે

July 13, 2021

મુંબઈ : ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની તથા મોહમ્મદ અઝહરુદ્દીન પછી હવે સૌરવ ગાંગુલી પર બાયોપિક બનશે. સૌરવ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. BCCIના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ બાયોપિક માટે હા પાડી દીધી છે.

સૂત્રોના મતે, સૌરવની બાયોપિકનું બજેટ 200-250 કરોડ રૂપિયા હશે. ચર્ચા છે કે સૌરવના રોલ માટે રણબીર કપૂર પહેલી પસંદ છે.

ન્યૂઝ 18 બાંગ્લા સાથેના ઇન્ટરવ્યૂમાં સૌરવે કહ્યું હતું કે હા તેણે બાયોપિક બનાવવા માટે હા પાડી દીધી છે. આ ફિલ્મ હિંદીમાં હશે, પરંતુ અત્યારે તે ડિરેક્ટરનું નામ જાહેર કરી શકે તેમ નથી. બધી જ વાત ફાઇનલ થયા બાદ તે ચાહકોને આ અંગે જાણકારી આપશે.