હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સામે ભોપાલમાં વિરોધ પ્રદર્શન

October 30, 2020

ભાપોલ : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિરૂદ્ધ આખી દુનિયામાં પ્રદર્શન થઇ રહ્યું છે. રાષ્ટ્રપતિ મેક્રોનની તરફથી મોહમ્મદ પયગંબર પર કરાયેલી ટિપ્પણીની વિરૂદ્ધ ભોપાલમાં ગુરૂવારના રોજ સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા અને પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન પર શિવરાજ સરકારે એકશનની તૈયારી કરી લીધી. આ મામલામાં કેસ નોંધાયો છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ટ્વીટ કરીને કહ્યું કે મધ્યપ્રદેશ શાંતિનો ટાપુ છે. અહીંની શાંતિને ભંગ કરનારાઓને અમે કડકાઇથી લઇશું. આ કેસમાં 188 IPCની અંતર્ગત કેસ નોંધીને કાર્યવાહી થઇ રહી છે. કોઇપણ દોષિતને છોડાશે નહીં, પછી ગમે તે હોય.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાંધતા સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કમલનાથજી કહે છે કે તેઓ બિલકુલ ડાઘ વગરના છે! ડાઘા ઘણા ઘેરા છે, બેનકાબ ચહેરા છે. જો દુનિયાભરના વોશિંગ પાઉડરનો પણ જો ઉપયોગ કરી લેવામાં આવે તો પણ ડાઘા સાફ થઇ શકે તેમ નથી! આથી કમલનાથજી તમે ખુદને ડાઘ વગરના કહેવાનું બંધ કરો!

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિરૂદ્ધ ભોપાલના ઇકબાલ મેદાનમાં હજારો લોકો ભેગા થયા હતા. આ પ્રદર્શનનું આયોજન ભોપાલ મધ્યથી કોંગ્રેસના ધારાસભ્ય આસિફ મસૂદે કર્યું હતું. પ્રદર્શનમાં પહોંચેલા લોકોના હાથોમાં તખ્તીયાં હતી અને તેમણે ફ્રાન્સીસ રાષ્ટ્રપતિની વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો. આ પ્રદર્શન પર હવે પોલીસે કડકાઇથી રૂખ અપનાવ્યો છે.