હવે દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના બે કેસ નોંધાયા

March 02, 2020

નવી દિલ્હી : ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં હવે હાહાકાર ફેલાવ્યો છે.

બીજી તરફ ભારતમાં રાજધાની દિલ્હીમાં જ કોરોના વાયરસનો એક દર્દી જોવા મળતા ખળભળાટ મચી ગયો છે.આવો જ એક કિસ્સો તેલંગાણામાં બહાર આવ્યો છે.

આમ ભારતમાં કોરોના વાયરસના કુલ પાંચ મામલા બહાર આવી ચુક્યા છે.નવા કેસમાં બંને દર્દીઓને હાલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

કોરોના વાયરસ દુનિયાના 70 દેશોમાં ફેલાઈ ચુક્યો છે.ચીનમાં તેના કારણે અસરગ્રસ્ત લોકોનો આંકડો 80000 પર પહોંચી ચુક્યો છે.