ઓમિક્રોન વેરિઅન્ટ : ભારત સહિત દુનિયાને માથે સંકટ હજી યથાવત્
December 29, 2021

ચીન વુહાનમાં અઢી વર્ષ પહેલા ઉદભવેલા કોવિડ 19 વાયરસે અત્યાર સુધી તેના સ્વરુપો બદલ્યા છે. આજે ઓમીક્રોન નામના વેરીઅન્ટે ફરી એકવાર દુનિયાને ચિંતામાં મુકી છે. છેલ્લાં કેટલાક સમયથી માનવ જાતને કોરોનાની સમસ્યા દૂર થવાની આશા દેખાતી હતી. કારણ કે, દુનિયાના અનેક દેશોમાં વેકસીનેશનની કામગીરી નોંધપાત્ર રીતે આગળ ધપી છે. પરંતુ આવા સમયે જ ઓમીક્રોન નામના કોવિડના જ સ્વરપે દુનિયામાં ઝડપભેર દેખાવાનું શરુ કરી દીધું છે. સાર્સ કોવ-૨નો પ્રથમ હુમલો ડીસેમ્બર-૨૦૧૯માં થયો હતો. જયારે આજે 2021નો ડિસેમ્બરનો મહિનો ચાલી રહ્યો છે. ૮મી ડીસેમ્બરે બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૫૩૬ કેસ હતા. કુલ કોવિડ કેસોમાં તેનું પ્રમાણ ૦.૫ ટકા હતું. ૧લી ડીસેમ્બર આસપાસ તેના કેવળ ૩૨ કેસ હતા, અને ૧૪મી ડીસેમ્બરે આસમાની કૂદકો મારીને આ સંખ્યા ૧૦,૦૦૦ થઈ ગઈ હતી.
અઠવાડિયાથી બ્રિટનમાં ઓમિક્રોનના રોજ ૯૦૦૦૦ હજાર કેસ નોંધાઈ રહ્યા છે. જે શક્તિશાળી હોય એ રાજ કરે એ ન્યાય પ્રમાણે ડેલ્ટા વેરિઅન્ટ નેપથ્યમાં ધકેલાતો જાય છે અને ઓમિક્રોન તેનું સ્થાન લઈ રહ્યો છે. ચીનથી માંડી ભારત સુધી બધે જ ઓમિક્રોનના કેસ દેખાઈ રહ્યા છે. ઓમિક્રોનની બાબતમાં બે લક્ષણો સવિશેષ જોવા મળી રહ્યા છે. એક તેમાં જે મ્યુટેશન થયા છે તેણે તેની ફેલાવાની ઝડપ અનેકગણી વધારી દીધી છે. બ્રિટનમાં અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે તે ડેલ્ટાની તુલનાએ બેથી ત્રણ ગણી વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીજી મહત્વની બાબત એ છે કે અગાઉ જેણે વેક્સિન લીધી હોય તેને પણ આ વાઈરસનો ચેપ લાગે છે. દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી વિમા કંપની ડિસ્કવરી હેલ્થ અને દક્ષિણ આફ્રિકન મેડિકલ રીસર્ચ કાઉન્સીલના સંયુક્ત અભ્યાસમાં બહાર આવ્યું છે કે, જેમણે ફાઈઝર-બાયોન્ટેક એમઆરએનએ રસી લીધી હતી તેમને અગાઉ ૮૦ ટકા રક્ષણ મળતું હતું.
ઓમિક્રોન ત્રાટક્યા પછી માત્ર ૩૩ ટકા જ રક્ષણ મળે છે. ફાઈઝર રસી લીધી હોય, તેમને કોરોનાની ગંભીર બીમારી સામે ૯૩ ટકા રક્ષણ મળતું હતું. હવે તે ઘટીને ૭૦ ટકા થઈ ગયું છે. રસીકરણની મહેનત સાવ માથે પડી છે એવું પણ કહી ન શકાય. કારણ કે જેમણે ફાઈઝરના બે ડોઝ લીધા છે તેવા ૧૦૦ જણામાંથી ૭૦ને હજી પણ કોરોનાની ગંભીર બીમારી સામે રક્ષણ મળી રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના ચેપને લીધે જે લોકો આઈસીયુમાં પહોંચી ગયા છે તેમાંથી ૮૪ ટકા એવા છે જેણે રસી લીધી નથી. રસીકરણ દ્વારા અથવા અગાઉ થયેલા કોરોના દ્વારા ઉત્પન્ન થયેલા એન્ટિબોડીને ઓમિક્રોન દાદ આપતો નથી. આવા લોકોને પણ અગાઉના વેરિઅન્ટ કરતા ઓમિક્રોનનો ચેપ લાગવાની શક્યતા ત્રણથી આઠ ગણી વધારે છે. જો કે, એ વાત પણ એટલી સત્ય છે કે, જેમણે રસી લઈ લીધી છે તેમને ઓમિક્રોનનો ચેપ લાગે પછી તેમની ઇમ્યુન સિસ્ટમ સક્રિય બની જાય છે અને આ નવા અસુરને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અટકાવે છે. બુસ્ટર ડોઝ પણ ઓમિક્રોનની આગેકૂચ રોકી શકે છે. અન્ય એક સારા સમાચાર એ છે કે ઓમિક્રોન ફેલાવાની બાબતમાં ભલે ડેલ્ટા કરતાં બળૂકો છે. કિંતુ આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવાની બાબતમાં તે તેના કરતાં નબળો છે. ડિસ્કવરી હેલ્થના રીસર્ચમાં બહાર આવ્યું છે કે, ૨૦૨૦ના વાઈરસ હુમલાની તુલનાએ ઓમિક્રોનના અટેક દરમિયાન હોસ્પિટલાઈઝેશનના કેસ ૨૯ ટકા ઓછા જોવા મળ્યા છે. અગાઉ કરતાં આઈસીયુના કેસ પણ ઓછા જોવા મળી રહ્યા છે. ઓમિક્રોન સામેની સૌથી પહેલી ચેતવણી સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના એન્જલિક કોટીઝીએ આપી હતી. તેઓ પણ સતત ઉચ્ચારણ કરી રહ્યા છે કે, ઓમિક્રોન બીજા વેરિઅન્ટ કરતાં હળવો છે. હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધક માઈકલ ચેન અને તેના સહકર્મીઓએ તૈયાર કરેલા રીસર્ચમાં નોંધવામાં આવ્યું છે કે, ઓમિક્રોન ડેલ્ટા કરતાં ૭૦ ગણી વધુ ઝડપથી ફેફસાંમાં પહોંચે છે. પરંતુ ફેફસાંમાં તેના ફેલાવાની ઝડપ ડેલ્ટાની સરખામણીએ ૧૦ ગણી ઘટી જાય છે. કોરોનાનો ફેફસાંમાં ફેલાવો જ ખતરનાક બનતો હોય છે એ દૃષ્ટિએ જોઈએ તો ઓમિક્રોનથી એટલું બધું પણ ડરવાની જરૂર નથી. પરંતુ જેમણે રસી નથી લીધી તેમના પર ચોક્કસ તલવાર લટકે છે.
ઈમોરી યુનિવર્સિટીના જૈવ આંકડા શાસ્ત્રી નેટેલી ડીન ધ્યાન દોરે છે કે ઓમિક્રોનમાં હોસ્પિટલાઈઝેશનનો દર એટલા માટે ઓછો જોવા મળે છે કેમ કે જેમણે અગાઉ રસી લઈ લીધી છે અને જેમને કોરાના થઈ ચૂક્યો છે તેવી સંખ્યા ખાસ્સી એવી છે. જે લોકો પહેલી વખત કોરોનાના સંપર્કમાં આવ્યા છે અથવા આવવાના છે અને જેમણે રસી નથી લીધી તેમના માટે ઓમિક્રોન ડેલ્ટા જેટલો જ ઘાતક છે. લંડન સ્કૂલ ઓફ હાઈઝીન અને ટ્રોપીકલ મેડિસીને રીસર્ચ મોડલના આધારે દાવો કર્યો છે કે બ્રિટનમાં મે-૨૦૨૨ સુધીમાં ૨.૩ કરોડથી લઈને ૩ કરોડ લોકોને ઓમિક્રોનનો ચેપ લાગશે અને ૩૭,૦૦૦ હજારથી ૫૩,૦૦૦ હજાર લોકોના મોત થશે. ૨૦૨૧માં જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે બ્રિટનમાં રોજ ૩૮૦૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા. આ વખતે રસીનું છત્ર હોવાથી તથા બુસ્ટર ડોઝની તૈયારી ચાલી રહી હોવાથી લોકડાઉન લાદવાને બદલે સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે. વિશ્વમાં અત્યારે કોરોનાના જેટલા કેસ આવે છે તેમાં મેજોરિટી ડેલ્ટા વેરિઅન્ટના છે. બ્રિટન, નોર્વે, ડેન્માર્ક અને દક્ષિણ આફ્રિકા આ ચારેય દેશમાં સર્વાધિક કેસ ઓમિક્રોનના આવી રહ્યા છે, પણ ઓમિક્રોનની ઝડપ જોતા આગામી ૧૫ દિવસમાં ડેલ્ટા વિસ્થાપિત થઈ જશે અને સૌથી વધુ કેસ ઑમિક્રોનના આવવા લાગશે, એવું આરોગ્ય જગતના તજજ્ઞોનું માનવું છે. લંડન સ્થિત ઇમ્પિરિયલ કોલેજના અભ્યાસમાં ઉલ્લેખ કરાયો છે કે, ઓમિક્રોનથી ચેપગ્રસ્ત થયેલી એક વ્યક્તિ કમસેકમ બીજી ત્રણ વ્યક્તિને ચેપ લગાડે છે. આ સ્પીડને કારણે દર બે દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. હાલમાં ભારતમાં આ વેરીઅન્ટની ગતિ ધીમી છે. પરંતુ તે આગળ વધી રહી છે. ભારતના તબીબોના દાવા પ્રમાણે ફેબ્રુઆરી સુધીમાં ૧૪ લાખ કેસ નોંધાવાનો ખતરો છે. ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૨૩૬ પર પહોંચ્યા છે. ઉત્તરપ્રદેશમાં-આંધ્રપ્રદેશમાં ૨-૨ તથા ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ કેસ છે. ઓમિક્રોનના વધતા જતા કેસને રોકવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને જરૃરિયાતના પગલા લેવા સુચના આપી દેવાઈ છે. દરમિયાન ગુરૂવારે અમેરિકામાં 2.43 લાખ તથા બ્રિટનમાં 1.19 લાખ નાગરિકો કોરોના પોઝિટિવ મળતા ખળભળાટ મચ્યો હતો.

Related Articles
પેરારીવલનની મુક્તિ : SCનો નિર્ણય છતાં દોષારોપણ મોદી સરકાર ઉપર
પેરારીવલનની મુક્તિ : SCનો નિર્ણય છતાં દો...
May 21, 2022
RCBએ 8 વિકેટથી GTને હરાવ્યું:કિંગ કોહલીની વિસ્ફોટક 73 રનની ઈનિંગે બાજી પલટી
RCBએ 8 વિકેટથી GTને હરાવ્યું:કિંગ કોહલીન...
May 19, 2022
ભારતીય અર્થતંત્ર ડામાડોળ થવાના સંકેત, બેરોજગારીનો દર પણ વધ્યો
ભારતીય અર્થતંત્ર ડામાડોળ થવાના સંકેત, બે...
May 07, 2022
twitter મસ્કના હાથમાં, જાહેર અભિવ્યક્તિના નવા યુગની આશા
twitter મસ્કના હાથમાં, જાહેર અભિવ્યક્તિન...
Apr 30, 2022
દેશમાં કોમી તંગદીલી સાથે અજંપો સરકારની મનસા સામે જ સંશય
દેશમાં કોમી તંગદીલી સાથે અજંપો સરકારની મ...
Apr 26, 2022
આશીષ મિશ્રાના જામીન રદ કરીને સુપ્રીમે ન્યાયપાલિકાની લાજ રાખી
આશીષ મિશ્રાના જામીન રદ કરીને સુપ્રીમે ન્...
Apr 26, 2022
Trending NEWS

NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
22 May, 2022

3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57...
21 May, 2022

કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો...
21 May, 2022