ન્યૂયોર્કમાં દર 6 મિનિટે એકનુ મોત, મડદાઘરો ઉભરાઈ રહ્યા છે, અમેરિકા પર મોટી આફત

April 01, 2020

ન્યૂયોર્ક,  : અમેરિકામાં કોરોનાના કારણે રોજે રોજ સ્થિતિ વણસી રહી છે. અમેરિકા કદાચ છેલ્લા કેટલાક વર્ષોની સૌથી મોટી આફતનો સામનો કરી રહ્યુ છે. 

કોરોના વાયરસના કારણે થયેલા મોતોની સંખ્યામાં અમે્રિકા ચીનના કોરોના વાયરસના એપી સેન્ટર મનાતા હુબેઈ પ્રાંતથી પણ આગળ નીકળી ગયુ છે. અમેરિકામાં 4000 લોકોના મોત થઈ ચુક્યા છે.  

અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં વુહાન કરતા પણ ખરાબ સ્થિતિ છે. ન્યૂયોર્કમાં દર 6 મિનિટે એક વ્યક્તિનુ મોત થઈ રહ્યુ છે. ન્યૂયોર્કમાં મોતનોઆંકડો 1000 કરતા વધી ગયો છે. ગઈકાલે રાતે કોરોનાના કારણે ન્યૂયોર્કમાં 182 લોકોના મોત થયા હતા. આ શહેરમાં 41000 લોકો કોરોના પોઝિટિવ છે. આખુ રાજ્ય હવે આ રોગચાળાનો નવો ગઢ બની ગયુ છે.

ન્યૂયોર્કમાં મરનારાઓના અંતિમ સંસ્કારમાં પણ તકલીફ પડી રહી છે. અંતિમ સંસ્કાર કરનાર એક કંપનીના સીઈઓ કહે છે કે, એટલા મૃતદેહ આવી રહ્યા છે કે, અમારા માટે આ સ્થિતિ સંભાળવી મુશ્કેલ થઈ રહી છે.