ટોરન્ટોમાં ફુડ ડીલીવરી સર્વિસિઝના કમિશન ફી ઉપર મર્યાદા આવશ્યક

November 04, 2020

  • રેસ્ટોરાં બંધ રહેવાને કારણે હજારો લોકોએ નોકરી ગુમાવી, ડીનર કરનારાઓની સંખ્યા પણ ઘટી, ડીલીવરી ફીમાં ૩૦ ટકા કમિષન રેસ્ટોરાં માલિકોને પોષાષે નહીં

ટોરન્ટો : ટોરન્ટોના મેયરે પ્રાંતીય સરકારે ફુડ ડીલીવરી સર્વસિ કંપનીઓની કમિશન ફી ઉપર મર્યાદા નક્કી કરવાના કરેલા પ્રસ્તાવને ટેકો આપતા કહ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીના સમયમાં રેસ્ટોરાંને ચાલવા દેવામાં એમનો ફાળો મોટો હોવાથી તેમણે ફીની મર્યાદા રાખવી જોઈએ. સોમવારે સાંજે જોન ટોરીએ કહ્યું હતું કે, ફી વિશેની લાંબી ચર્ચા બાદ એમ લાગે છે કે, કંપનીઓએ તેમના કમિશનમાં ઘટાડો કરવો જોઈએ. ખાસ કરીને જયાં કોવિડ -૧૯ના હોટસ્પોટ છે એવા વિસ્તારની કંપનીઓએ તો ઘટાડો કરવો જોઈએતેમણે કહ્યું હતું કે, બધા રેસ્ટોરાં ચાલતા રહે આપણે ખાસ જોવાનું છે. કેમ કે, એનાથી ઘણાં લોકોને રોજગારી મળી રહે છે. સીટી કાઉન્સીલ સમક્ષ પ્રસ્તાવ કાઉન્સેલર માઈકલ ફોર્ડે મુકયો હતો. જેના પર અઠવાડિયે ચર્ચા થશે.

ટોરન્ટોની રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીએ મહામારીને કારણે ઘણાં કપરા સમયનો સામનો કરવો પડયો છે. ઈન્ડોર ડાઈનીંગ બંધ હોવાથી એમના બિઝનેસનો બધો મદાર ટેક અવે ઉપર રહે છેઘણો સમય તો તેમણે રેસ્ટોરાં બંધ પણ રાખવા પડયા છે. ટોરન્ટો એવા ચાર પ્રાંતોમાં ગણાય છે, જયાં કોવિડ -૧૯ના બીજા તબક્કામાં વધુ અસર જોવા મળી હોય અને કેસોની સંખ્યા પણ વધતી રહી છે. અત્યારે પણ ઈન્ડોર ડાઈનીંગ બંધ છે અને ટેક અવે પર મદાર છેગયા વર્ષના સમયગાળાની સરખામણીમાં ગયા અઠવાડિયે રેસ્ટોરાંના ડીનરની સંખ્યામાં ૯૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. રેસ્ટોરાં બંધ રહેવાને કારણે હજારો લોકોએ નોકરી ગુમાવવી પડી છે.

એવા સંજોગોમાં જો ફુડ ડીલીવરી સર્વસિ સેકટર તેમની ફીમાં ઘટાડો નહીં કરે તો ૩૦ ટકા જેટલું કમિશન રેસ્ટોરાં માલીકોને પોષાશે નહીં. રેસ્ટોરાં કેનેડાના અંદાજ મુજબ જો સેકટરને મદદ નહીં મળે તો ૪૦ ટકા જેટલી રેસ્ટોરાં બંધ થઈ જશે.