IT કંપનીઓના Q4 પરિણામો સામે જોખમ

February 17, 2020

મુંબઈ:કોરોના વાઇરસ ફેલાવાના કારણે વિશ્વભરમાં ટ્રાવેલિંગ પર નિયંત્રણો આવ્યા છે જેની અસર આઇટી કંપનીઓના બિઝનેસ આઉટલૂક પર પડશે. ઉદ્યોગના એક્ઝિક્યુટિવ્સે કહ્યું કે તેમના કેટલાક ક્લાયન્ટે ભારતની મુલાકાતે આવવાનું ટાળ્યું છે જેથી આ બીમારીના સંસર્ગમાં આવવાનું ટાળી શકાય. ભારતીય આઇટી કંપનીઓએ કર્મચારીઓની વિદેશયાત્રામાં કાપ મૂક્યો છે. ચીનમાં શરૂ થયેલો કોરોના વાઇરસ અત્યાર સુધીમાં બે ડઝનથી વધારે દેશોમાં ફેલાયો છે.

કંપનીઓએ ચોક્કસ આંકડા નથી આપ્યા પરંતુ તેઓ રેવન્યુ ગ્રોથમાં કેટલાક ઘટાડા માટે સજ્જ થઈ રહ્યા છે. ટ્રાવેલ સેક્ટરને સર્વિસ આપતા હેક્ઝાવેર ટેકનોલોજિસના વર્ટિકલને અસર થવાની શક્યતા છે. મુંબઈ સ્થિત કંપની માને છે કે બિઝનેસ ટ્રાવેલર્સ અને ગ્રાહકોમાં રહેલા ભયના વાતાવરણના કારણે જોખમ પેદા થશે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ આર શ્રીક્રિષ્નાએ જણાવ્યું હતું કે, "અમે એક એપીએસી ક્લાયન્ટે આ અંગે પહેલેથી ફરિયાદ કરી છે. બીજા ટ્રાવેલ ક્લાયન્ટ્સ પણ છે જેમણે ચીનના રૂટ કેન્સલ કર્યા છે જેમાંથી તેમને સારી એવી આવક થતી હતી."