ચીની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે બાંગ્લાદેશમાં રોક 

October 14, 2020

ઢાકા :  બાંગ્લાદેશે ચીનને મોટો આંચકો આપતા તેની કોરોના વેક્સિનમાં નાણાં રોકવાનો ઇનકાર કરી દીધો છે. ચીની ફાર્માસ્યુટિકલ ઉત્પાદક સિનોવાક બાયોટેક દ્વારા બાંગ્લાદેશમાં વિકસાવવામાં આવી રહેલ રસીનું ક્લિનિકલ ટ્રાયલ હવે અધવચ્ચે અટકી ગયું છે. આરોગ્ય મંત્રાલયે ચીની ફાર્માસ્યુટિકલ ઉત્પાદક દ્વારા અનુરોધ કરાયેલા ભંડોળનો ઇનકાર કર્યો છે. સિનોવૈક બાયોટેક લિમિટેડે ૨૪ સપ્ટેમ્બરના એક પત્રમાં જણાવ્યું હતું કે સરકાર ભંડોળ પૂરું નહીં પાડે ત્યાં સુધી ટ્રાયલમાં વિલંબ થતો રહેશે. જો કે, એક કરાર મુજબ સિનોવૈક બાયોટેક ટ્રાયલનો ખર્ચ સહન કરવાની હતી. સ્થાનિક મીડિયાએ આરોગ્ય પ્રધાન જાહિદ મલેકને ટાંકીને જણાવ્યું હતું કે સેનોવૈકે પોતાના પૈસાથી ટ્રાયલ ચલાવવી જોઈએ કારણ કે તેમણે મંજૂરીની માંગ કરતા સમયે પોતાના નાણાંથી ટ્રાયલ ચલાવવાનું કહ્યું હતું. તેથી જ તેમને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપ્યા પછી, તે દેશનું કાર્ય સમાપ્ત થાય છે. કંપનીએ ટ્રાયલની પરવાનગી માંગતા સમયે વખતે ભંડોળ આપવાની  કોઈ વાત કરી ન હતી. ચીની સરકાર અને અમારી વચ્ચે આવો કોઈ કરાર થયો નથી. તે એક ખાનગી કંપની છે અને અમે ખાનગી કંપની સાથે સહ-નાણાં (વ્યવસ્થા) કરી શકતા નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ૪,૨૦૦ વોલિયન્ટર્સ પર ટ્રાયલ હાથ ધરવા માટે લગભગ ૬૦ કરોડ બાંગ્લાદેશી ટકાનો ખર્ચ થશે. આરોગ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે, ભલે પરીક્ષણ યોજના પ્રમાણે આગળ ન વધે પણ બાંગ્લાદેશને સિનોવૈક વેક્સિન મળશે જ.
જાહિદ મલેકે કહ્યું કે બાંગ્લાદેશને પણ ટૂંક સમયમાં આ વેક્સિન મળશે અને અમે તેને વિકસાવવામાં ભારતને સહયોગ આપીશું. એકવાર મંજૂરી મળ્યા પછી, અમે આ વેક્સિનને ખરીદી શકીએ છીએ. સિનોવૈક ડબ્લ્યુએચઓ સાથે કામ કરશે અને તે વિવિધ દેશોને રસી પૂરી પાડશે. આ આપણને પણ મળશે.