બ્રિટીશ કોલંબિયામાં નવા સ્થળો પર પ્રતિબંધોઃ નાઈટકલબસ અને બેન્કવેટ હોલ બંધ કરવા આદેશ

September 15, 2020

  • પ્રાંતિય આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર
  • નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા પ્રયાસ

વાનકુંવર : મંગળવારે આરોગ્ય વિભાગે કોવિડ -૧૯ના પ્રસારને અટકાવવા બ્રિટીશ કોલંબિયાએ તમામ નાઈટકલબસ અને બેન્કવેટ હોલને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાના આદેશ કર્યો હતો. બાર, પબ્સ અને રેસ્ટોરાંમાં શરાબ પીરસવાનો સમય પણ રાત્રે દસ વાગ્યાનો હતો ૧૧ વાગ્યે બંધ કરી દેવાનો અને દસ પછી માત્ર ખાવાનું પીરસવાની છૂટ આપવામાં આવી છેપ્રાંતિય આરોગ્ય અધિકારી ડો.બોની હેન્રીએ જે માર્ગદર્શકિા જાહેર કરી છે એમાં લોકોને ઓછો અવાજ કરવા અને સંગીત કે બેકગ્રાઉન્ડના અવાજો પણ ધીમા રાખવા તાકીદ કરવામાં આવી છે.

તેમણે એમ પણ કહ્યુંં હતું કે, ફેરફારો છેલ્લા પ્રયાસરૂપ છે અને એનાથી કોન્ટેકટ ટ્રેસીંગ માટે પણ પડકારો ઉભા થવાની શકયતાઓ છે. સમય છે કે આપણે પોતે સામાજિક અંતર અને અન્ય નિયમો પાળવા પડશે. તેમણે ઉમેર્યું હતું કે, આદેશોને હળવાશથી લેવા જેવા નથી. કેમ કે, પગલા ચોક્કસ વાતાવરણમાં જોખમ ઘટાડવા માટેના છે. જાહેર આરોગ્ય વિભાગની ટીમોએ અઠવાડિયાઓ સુધી સ્થળો પર જઈને કામ કર્યા બાદ જણાયું છે કે, સ્થળો જોખમનું મૂળ બની શકે છે. જે આખા બ્રિટીશ કોલંબિયાના લોકો માટે છે. અમે ફેરફારો લોકોને સુરક્ષાભર્યું વાતાવરણ ઉભું કરવા માટે કરી રહયા છેગંભીર બિમારીઓ ધરાવનારા લોકો કોવિડનો શિકાર આસાનીથી બને છે. એટલે વધુ સંભાળવાનું રહે છે. મંગળવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ શુક્રવારથી અત્યાર સુધી નવા ૪ર૯ કેસ નોંધાયા હતા અને બે મૃત્યુ પણ થયા છે.