Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

સેન્સેક્સમાં 500 પોઈન્ટ્સનો ઉછાળો

January 07, 2020

મુંબઈ: સતત બે સેશનના કડાકા બાદ મંગળવારે નીચા મથાળે ફરી લેવાલી નીકળતા BSE સેન્સેક્સ 500 પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારે ઉપરમાં ખૂલ્યા બાદ સેન્સેક્સ ઉછળ્યો હતો. રિયલ્ટી, બેન્ક, મેટલ, ઓઈલ-ગેસ, ફાઈનાન્સ શેરોમાં નીચા મથાળે ધૂમ લેવાલી જોવા મળી હતી. સવારે 9.44 વાગ્યે BSE સેન્સેક્સ 533.21 પોઈન્ટ્સ અથવા 1.31 ટકાના ઉછાળા સાથે 41,220.61 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 156.30 પોઈન્ટ્સ અથવા 1.30 ટકા વધીને 12,149.35 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.39 ટકા અને 1.53 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારે ઝી લિમિટેડ 3.08 ટકા, વેદાંતા 3.02 ટકા, ગોદરેજ જેસીપી 2.45 ટકા, ટાટા મોટર 2.33 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 2.34 ટકા, એસબીઆઈ 2.23 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા 1.07 ટકા, વિપ્રો 0.36 ટકા અને TCS 0.32 ટકાનો સમાવેશ થાય છે.