શેર બજારમાં આગઝરતી તેજી, સેન્સેક્સમાં 748 પોઇન્ટનો, જ્યારે નિફ્ટીમાં 211 અંકનો ઉછાળો

August 04, 2020

મુંબઇ : એચડીએફસી બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં દમ પર શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળેલી રહેલી નિરાશા આજે બદલાઇ ગઇ છે, સતત ચાર ટ્રેડિગ સેશનથી ચાલી રહેલો ઘટાડો મંગળવારે અટક્યો હતો.

તે ઉપરાંત માર્કેટમાં જબરજસ્ત તેજી પણ જોવા મળી, BSEનો 30 શેરોનો સેન્સેક્સ 748 પોઇન્ટનાં ઉછાળા સાથે 37,687.91નાં સ્તર પર બંધ રહ્યો, ત્યાંજ NSEને નિફ્ટી પણ 211.25 નાં ઉછાળા સાથે  11,102.85નાં સ્તર પર બંધ રહ્યો.

BSE પર આરઆઇએલનો શેર 7.51 % ની જોરદાર તેજી સાથે 2159.30 રૂપિયા પર બંધ રહ્યો, ત્યાં જ એચડીએફસી બેંક 3.85 %નાં ઉછાળા  સાથે 1040.50 રૂપિયા પર તો મારૂતિનો શેર 3.15 %ની તેજી સાથે 6360.00 રૂપિયા પર બંધ રહ્યો.

કોરોના કાળમાં બહું જ ઓછી વખત આ પ્રકારનો ઉછાળો જોવા મળ્યો છે, આ પહેલા 1 જુનનાં દિવસે સેન્સક્સમાં 879 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો, તેનાં  કારણે વૈશ્વિક બજારોમાં તેજી, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું  કેરળનાં તટે આવ્યું અને વેપાર-ધંધો ફરીથી શરૂ થતા આજે શેર બજારમાં જબરજસ્ત રોનક જોવા મળી છે,

એચડીએફસી બેંકમાં  તેજી પાછળનું કારણ તેના નવા સીઇઓ શશિધર જગદિશનની નિમણુકને આરબીઆઇની મંજુરી મળી તે  છે, આ સમાચાર બજારમાં આવતા શેરમાં શાનદાર તેજી જોવા મળી, તેના કારણે એચડીએફસી બેંકનાં શેરમાં  4.34 %નો ઉછાળો જોવા મળ્યો, હવે તે 1045.40 રૂપિયા પર પહોંચી ગયો છે.

ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની બંધન બેંકની હોલ્ડિંગ કંપની બંધન ફાયનાન્સિયલ હોલ્ડિંગ લિમિટેડએ 3 ઓગસ્ટ 2020નાં દિવસે બજારને જાણ  કરી  કે તેણે પોતાનો 20.95 ટકા હિસ્સાંનાં 10-10 રૂપિયાની મુળ કિંમતનાં પોતાની માલિકીનાં 33,73,67,189 શેર 10,550 કરોડ રૂપિયામાં બજારમાં વેચી માર્યા છે. આ રીતે કંપનીએ તેનો 20.95 ટકા હિસ્સો ઘટાડ્યો છે.