સપ્ટેમ્બરનું રાશિફળ:વૃષભ રાશિની આવક વધશે અને તુલા રાશિના નોકરિયાત લોકોને સફળતા મળવાના યોગ છે

September 01, 2022

સપ્ટેમ્બરમાં સૂર્ય અને શુક્રનું રાશિ પરિવર્તન થશે અને બુધ વક્રી થઈ જશે. આ ત્રણેય ગ્રહની ગતિમાં ફેરફાર થવાથી આ મહિને વૃષભ રાશિના લોકોની આવક વધવાના યોગ બનશે. સિંહ રાશિના લોકોએ લેવડ-દેવડ અને રોકાણ સાવધાની સાથે કરવું પડશે. તુલા રાશિના નોકરિયાત લોકોને સફળતા મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોના બિઝનેસ માટે આ મહિનો સારો રહેશે. આ સિવાય અન્ય રાશિના નક્ષત્રો પર મિશ્રિત અસર જોવા મળશે.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. તમે તમારી દિનચર્યાને લગતી જે પણ યોજના બનાવી છે એના પર ગંભીરતાથી અમલ કરો. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતાં કાર્યોને ભવિષ્ય માટે ટાળવા યોગ્ય રહેશે.

નેગેટિવઃ- આ સમયે રોકાણને લગતું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો સમય અનુકૂળ નથી. નુકસાન પણ થઈ શકે છે. વિના કોઇ કારણ મનમાં થોડી નિરાશા જેવો ભાવ પણ રહેશે. પોઝિટિવ લોકોના સાંનિધ્યમાં થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા આત્મવિશ્વાસ તથા યોગ્યતાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ જાળવી રાખો. તમે તમારા કર્મ પ્રત્યે વિશ્વાસ તમારા ભાગ્યને બળ આપશે. કોઇ મુશ્કેલી આવે તો કોઇ સરકારી વ્યક્તિ પાસેથી તમને યોગ્ય સહયોગ અને સલાહ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને કારણે મન થોડું નિરાશ રહી શકે છે. કોઇ મિત્રને આર્થિક મદદ કરવી પડી શકે છે. ઘરમાં કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થવા દેશો નહીં. બાળકોએ પણ તેમના કરિયરને લઇને થોડો તણાવ રહેશે.

વ્યવસાયઃ- પબ્લિક ડિલિંગ, ઓનલાઇન, મીડિયા વગેરેને લગતા વ્યવસાયમાં યોગ્ય ગતિવિધિઓ ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇપણ પ્રકારની મુશ્કેલી થાય તો બેદરકારી ન કરશો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારું સમજી-વિચારીને નિર્ણય લેવું અને કોશિશ કરીને મોટા ભાગનાં કામ જાતે જ પૂર્ણ કરવા તમને સફળતા આપશે. અટવાયેલા રૂપિયા પાછા મળી શકે છે. મુશ્કેલી આવે તો કોઇ વડીલની સલાહ તમને મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક મનમાં નકારાત્મક વિચાર આવવાથી તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. આ સમયે બાળકોનું પણ અભ્યાસથી ધ્યાન ભટકી શકે છે. ગેરકાયદે કાર્યોમાં રસ લેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે વધારે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂરિયાત છે. દરેક વાતને ઊંડાણપૂર્વક સમજવી અને એના પર અમલ કરવો તમારો વિશેષ ગુણ રહેશે. કોઈ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઇની નકારાત્મક વાતો તમને નિરાશ કરી શકે છે. તમારું મનોબળ જાળવી રાખો. ખોટી ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરીને તમારાં ઘર-પરિવારની જરૂરિયાતો પર ધ્યાન આપો. વડીલો સાથે થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવને કારણે માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વિપરીત પરિસ્થિતિમાં તમે તમારી કાર્યકુશળતા દ્વારા ઉકેલ શોધી લેશો, સાથે જ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અને સુકૂન અનુભવ કરશો. નજીકના સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધ ગાઢ બનશે.

નેગેટિવઃ- આ સમયે તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય નથી. નકારાત્મક વિચાર ઊભા થાય નહીં એનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને લગતી ગતિવિધિઓમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગતિવિધિઓ બંધ જ રહેશે. ધૈર્ય જાળવવું.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દરેક કાર્યને યોજનાબદ્ધ રીતે કરતા જાઓ, ચોક્કસ તમને સફળતા મળી શકે છે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સહયોગ પણ રહેશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતા શુભ સમાચાર પણ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

નેગેટિવઃ- પારિવારિક સુખ-શાંતિમાં જૂની નકારાત્મક વાતો હાવી થવા દેશો નહીં. થોડો સમય આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. એનાથી વિચારોમાં પોઝિટિવિટી આવશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ સમય સામાન્ય જ રહેશે.

લવઃ- ઘરની કોઇ સમસ્યાને લઈને મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કામ વધારે રહેશે, પરંતુ તમારી ક્ષમતા પ્રમાણે જ કામને અંજામ આપો. કોઈ શુભ સમાચાર મળવાથી તમે પોતાને ભાવનાત્મક રૂપથી ખૂબ જ સશક્ત અનુભવ કરશો. તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવી શકે છે.

નેગેટિવઃ- કાકાનાં ભાઈ-બહેનો સાથે કોઈ કારણોસર સંબંધ ખરાબ થઇ શકે છે. તમારા ઈગો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. આ સમયે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. વર્તમાન ગતિવિધિઓ પર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવવાથી તણાવ રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને તાલમેલભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન પ્રત્યે સાવધાની જાળવો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાનું સમાધાન મળવાથી સુકૂન મળશે. પારિવારિક સભ્યો સાથે રોકાણને લગતી ગતિવિધિઓ પર પણ ચર્ચા-વિચારણા કરો. યુવાઓને કરિયરને લગતા ઇન્ટરવ્યુમાં સફળતા પણ મળી શકે છે.

નેગેટિવઃ- તમારી યોજનાઓને સંપૂર્ણ રીતે સમજી-વિચારીને જ શરૂ કરો. ઉતાવળમાં મુશ્કેલીઓ વધી શકે છે. ક્યારેક તમારા વિચારો પર નકારાત્મકતા હાવી થઈ શકે છે. આત્મ અવલોકન દ્વારા તમારી આ ખામીને દૂર કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક પરિસ્થિતિઓ થોડી અનુકૂળ રહી શકે છે.

લવઃ- તમારા ઘર-પરિવાર પર કોઈ બહારની વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણને કારણે એલર્જી થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પોઝિટિવ રહેવા માટે રચનાત્મક તથા રસનાં કાર્યોમાં થોડો સમય પસાર કરો.એનાથી તમને માનસિક સુકૂન મળશે અને રિલેક્સ અનુભવ કરશો. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ પર અંકુશ લગાવો. આ સમયે આર્થિક સ્થિતિ થોડી ધીમી રહી શકે છે. આ સમય તમારી યોજનાઓને શરૂ કરવા માટે અસમંજસની સ્થિતિ રહેશે. વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ- જો વ્યવસાયમાં કોઇ નવું કામ કરવાની શરૂઆત કરી છે તો હાલ ધૈર્ય રાખવું યોગ્ય રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો મનમુટાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશરની તપાસ કરાવો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે કોઇ સમાજ સેવી સંસ્થામાં તમારો યોગ્ય સહયોગ આપો. જેનાથી તમને આત્મિક સુકૂન મળશે. તમારા વ્યક્તિત્વ અને કાર્યપ્રણાલીમાં સારો નિખાર આવશે. યુવાઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- સંબંધોમાં કોઇપણ પ્રકારે મનમુટાવની સ્થિતિ ઊભી થવા દેશો નહીં. સમજદારી અને શાંતિથી સમય પસાર કરવો જ યોગ્ય છે. ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરીને તમારી ઊર્જા પોઝિટિવ ગતિવિધિઓમાં લગાવો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે કોઇ વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ વારસાગત બીમારીને લગતો રોગ ફરી થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લી થોડી અસફળતાઓથી બોધપાઠ લઇને તમે તમારાં કાર્યોને વધારે સારાં કરવાની કોશિશ કરશો, સાથે જ સંબંધોમાં આવતા મતભેદોને પણ ઉકેલવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુમાં કે કરિયરને લગતી પરીક્ષાની તૈયારીમાં સંપૂર્ણ ધ્યાન રહેશે.

નેગેટિવઃ- તમારી પર કામનો વધારે ભાર લેશો નહીં. આ સમયે તમારાં વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપો. આળસ અને બેદરકારીથી તમે તમારું જ કોઈ નુકસાન કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- નોકરી અને વ્યવસાયમાં અનુકૂળતા જળવાયેલી રહેશે.

લવઃ- પ્રેમસંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારી કાર્યક્ષમતાને વધારશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા દિવસોથી તમે જે કાર્ય કરવા માટે કોશિશ કરી રહ્યા હતા, આ સમયે એને લગતી કોઈ આશા બની શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે મતભેદ દૂર થવાથી સંબંધોમાં સુધારો આવશે તથા તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા પણ ફરી પ્રાપ્ત થઇ શકશે.

નેગેટિવઃ- આવક અને ખર્ચમા તાલમેલ જાળવી રાખો. બાળકોની કોઇ સમસ્યાને ધ્યાનથી સાંભળો અને તેનો ઉકેલ મેળવવાની પણ કોશિશ કરો. કોઇની પણ સાથે વ્યવહાર કરતી સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવો અન્યને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- હાલ વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓને ટાળો તો સારું રહેશે.

લવઃ- કામ વધારે રહેવાથી ઘર-પરિવારમાં વધારે સમય પસાર કરી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને માથાનો દુખાવો વધવાથી પરેશાન રહેશો.