સ્પંજી ઢોકળા

January 28, 2022

સામગ્રી
1 કપ ચણાનો લોટ, અડધો કપ દહીં
ટીસ્પૂન હળદર
2 ચમચી ઈનો
1 બારીક સમારેલ લીલું મરચું
1 ચમચી આદુની પેસ્ટ
1 ચમચી ખાંડ
1 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું
1/4 કપ પાણી
રાઈ
કઢી પત્તા

રીત
સૌ પ્રથમ એક બાઉલમાં બેસન લો. તેના પછી તેમાં ઘટ્ટ દહીં ઉમેરો પણ ધ્યાન રાખો કે દહીં ખાટું ન હોય. હવે આદુની અલગથી પેસ્ટ બનાવો અને ત્યારબાદ ચણાના લોટમાં આદુની પેસ્ટ સાથે ખાંડ અને હળદર નાખો. હવે તેને સારી રીતે મિક્સ કરો. મિશ્રણ તૈયાર કર્યા પછી, તેમાં તેલ, મીઠું અને પાણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. મિશ્રણ ગઠ્ઠો ન રહે તેનું ધ્યાન રાખો. છેલ્લેઆ મિશ્રણમાં ઈનો ઉમેરો અને તેને મિક્સ કરો.હવે એક માઈક્રોવેવ સેફ કપ લો અને પહેલા તેને થોડું તેલ વડે ગ્રીસ કરો અને તેમાં આ મિશ્રણ નાખો. હવે આ કપને ઓવનમાં 2-3 મિનિટ માટે મૂકો અને એક તપેલી લો અને તેને ગેસ પર ગરમ કરો. આ પેનમાં 1 ચમચી તેલ નાખો. તેના પછી તેમાં 1 નાની ચમચી રાઈના દાણા, 3-4 કરી પત્તા અને 1 સમારેલ મરચું ઉમેરો. તેના પછી તેમાં 1 ચમચી ખાંડ અને પાણી ઉમેરો. આ મિશ્રણને લગભગ એક મિનિટ સુધી રાંધ્યા બાદ તેને તૈયાર કરેલા ઢોકળામાં ઉમેરો. જો તમે ઈચ્છો તો ઢોકલાને બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી શકો છો.