તોફાની તેજી, સેન્સેક્સ 834 પોઈન્ટની છલાંગે 49398
January 20, 2021

મુંબઈ- ભારતીય શેર બજારોમાં પાછલા બે દિવસમાં શેરોમાં મોટું ઓફલોડિંગ કરીને સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનું કરેકશન આપ્યા બાદ આજે એકાએક શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કરીને સેન્સેક્સનં૧ મોટાભાગનું ગાબડું પૂરી દેવાયું હતું. ઈન્ડેક્સ બેઝડ ઘણાં દિવસોથી સળંગ વિક્રમી તેજી કરીને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ વન સાઈડ તોફાન મચાવી મંદીવાળાઓને કોઈ મોકો નહીં આપ્યા બાદ છેલ્લા પખવાડિયામાં બજારની લાંબાગાળાની તંદુરસ્તી માટે જરૂરી કરેશન આપવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં મોટા ગાબડાં પાડવામાં આવતાં એક વર્ગ બજારમાં તેજીના વળતાં પાણીની ધારણા મૂકવા લાગ્યો હતો. જ્યારે કેટલાક સમીક્ષકો સળંગ લાંબી તેજી બાદ હવે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે બજેટ પૂર્વે હેલ્થી કરેકશન અનિવાર્ય હોઈ આ કરેકશન આવ્યું હોવાનું અનુમાન મૂકી રહ્યો છે. શેરોમાં આજે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેલ્સ, મેટલ-માઈનીંગ, ફાર્માસ્યુટિકલ્સ, પસંદગીના આઈટી શેરોમાં તેજી કરતાં સેન્સેક્સ ૮૩૪.૦૨ પોઈન્ટની છલાંગે ૪૯૩૯૮.૨૦ અને નિફટી સ્પોટ ૨૩૯.૮૫ પોઈન્ટ વધીને ૧૪,૫૨૧.૧૫ બંધ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૧ પૈસા ઘટીને રૂ.૭૩.૧૬ રહ્યો હતો.
સેન્સેક્સ ફરી ૪૯૦૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૪૯૪૯૯ સુધી પહોંચી અંતે ૮૩૪ પોઈન્ટ ઉછળીને ૪૯૩૯૮
ટ્રેડીંગની શરૂઆત આજે ગેપ અપ ઓપનીંગે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૮૫૬૪.૨૭ સામે ૪૮૯૦૦.૩૧ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફઈન્ડિયામાં તેજી સાથે લાર્સન એન્ડ ટુબ્રો, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં તેજી થતાં અને પાવર ગ્રીડ કોર્પ, મારૂતી સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, ઓએનજીસી, ભારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝમાં આકર્ષણે વધીને ૪૯૪૯૯.૮૬ સુધી પહોંચી અંતે ૮૩૪.૦૨ પોઈન્ટ વધીને ૪૯૩૯૮.૨૯ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ફરી ૧૪૫૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૪૫૪૬ સુધી પહોંચી અંતે ૨૪૦ પોઈન્ટ વધીને ૧૪૫૨૧
એનએસઇનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૪૨૮૧.૩૦ સામે ૧૪૩૭૧.૬૫ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં તેજી અને ઓટો શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ સાથે ફાર્મા શેરોમાં સન ફાર્મા, સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં લેવાલી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો, શ્રી સિમેન્ટ, એશીયન પેઈન્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં લેવાલીએ વધીને ૧૪૫૪૬.૦૫ સુધી પહોંચી અંતે ૨૩૯.૮૫ પોઈન્ટ વધીને ૧૪૫૨૧.૧૫ બંધ રહ્યો હતો.
Related Articles
બિટકોઈન ઉછળી ફરી 50000 ડોલર વટાવી ગયા : હવે 75000 ડોલર પર નજર
બિટકોઈન ઉછળી ફરી 50000 ડોલર વટાવી ગયા :...
Mar 03, 2021
BPCLના વિનિવેશની પ્રક્રિયા શરૂ, નિયામક મંડળે મંજૂરી આપતા કંપનીના શેરમાં મોટો ઉછાળો
BPCLના વિનિવેશની પ્રક્રિયા શરૂ, નિયામક મ...
Mar 02, 2021
દુનિયાની ટોચની બિઝનેસ સ્કૂલમાં સ્કોલરશિપ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો
દુનિયાની ટોચની બિઝનેસ સ્કૂલમાં સ્કોલરશિપ...
Mar 01, 2021
આજથી ફાસ્ટેગ ફરજિયાત, બેન્કોનાં ATMમાં રૂપિયા 2000ની નોટો નહીં મુકાય
આજથી ફાસ્ટેગ ફરજિયાત, બેન્કોનાં ATMમાં ર...
Mar 01, 2021
5 રાજ્યોની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનું ગણિત બગાડશે 8 કરોડ વેપારી, આપી આ ધમકી
5 રાજ્યોની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનું ગ...
Mar 01, 2021
CM યોગીનો મોટો નિર્ણય: મુંબઈની જેમ નોઈડામાં બનશે ફાઈનાન્સ સિટી
CM યોગીનો મોટો નિર્ણય: મુંબઈની જેમ નોઈડા...
Feb 28, 2021
Trending NEWS

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021