પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે તણાઇ આવી વિશાળકાય વ્હેલ

June 29, 2020

કલકત્તા : પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના મંદારમણિમાં સોમવારે સવારે એક વિશાળકાય વ્હેલ સમુદ્ર કિનારે તણાઈને આવી હતી.

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, કિનારા પર તણાઇ આવેલી વ્હેલની તપાસ કરવા માટે વન વિભાગની ટીમ આવી. જેમણે વ્હેલને મૃત જાહેર કરી છે.

આ વિશાળકાય વ્હેલને જોવા માટે મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા.

જ્યારે ઘટના સ્થળે હાજર મંદારમણીના પોલીસ ઓફિસર અને વન વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.