TDSB હવે પ્રવેશ નીતિને બદલવાની ફિરાકમાં

May 28, 2022

ઓન્ટેરિયો: ટોરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડે બુધવારે વિશિષ્ટ ઉચ્ચ શાળાઓ અને કાર્યક્રમો માટે તેની પ્રવેશ નીતિમાં ફેરફાર કરવા માટે મતદાન કર્યું હતું, જેથી તે તમામ વિદ્યાર્થીઓ માટે વધુ સુલભ બને. આ નિર્ણય પહેલા કેટલાંક વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પગલાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કળા, ગણિત, વિજ્ઞાન, ટેક્નોલોજી અને એથ્લેટિક્સ જેવા ચોક્કસ વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રમોની ગુણવત્તાને નવી એડમિશન પોલિસી નબળી બનાવશે. 
પરંતુ કોલિન રસેલરોલિન્સ, TDSBના શિક્ષણ નિર્દેશકે જણાવ્યું હતું કે, બોર્ડે સમાનતા અને શ્રેષ્ઠતા બંને માટે પ્રયત્ન કરવાની જરૂર છે અને નીતિનો ઉદ્દેશ તમામ વિદ્યાર્થીઓને ઉચિત તક પ્રદાન કરવાનો છે. 
વોટિંગ દરમિયાન એને 17માંથી 3 મત મળ્યા હતા. રસેલ-રોલિન્સે મીટિંગમાં કહ્યું કે, “આપણે યાદ રાખવું જોઈએ કે, જાહેર શિક્ષણ દરેક માટે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં આડે આવતા અવરોધોને દૂર કરવાની અને તેમના સપનાઓને પૂરા કરવાની માટે અમારી સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટેના માર્ગો ખોલી આપવાની અમારી જવાબદારી છે.”
અગાઉ, ટીડીએસબીના જણાવ્યા મુજબ, પ્રવેશની કોઈ સુસંગત પ્રક્રિયા ન હતી. કેટલીક વિશિષ્ટ શાળાઓ અને કાર્યક્રમો માટે વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષાઓ આપવી પડતી હતી. ઓડિશનમાં ભાગ લેવો પડતો હતો અને સમીક્ષા માટે રિપોર્ટ કાર્ડનાં માર્ક્સ સબમિટ કરવા પડતા હતા.અન્ય લોકો માટે, તેઓએ ફક્ત રસ દર્શાવવો પડ્યો છે. નવી પ્રવેશ પ્રક્રિયા ફક્ત પસંદ કરેલા ક્ષેત્રમાં વિદ્યાર્થીએ પ્રદર્શિત કરેલા રસ ઉપર જ આધારિત હશે.
રસેલ-રોલિન્સે જણાવ્યું હતું કે, નવી નીતિ અમલમાં આવ્યા પછી બોર્ડ વિશિષ્ટ શાળાઓ અને કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની સફળતા પર ઝીણવટભરી નજર રાખશે. વિશિષ્ટ શાળાઓમાં જગ્યા કરતાં માંગ વધી જાય, તો TDSB એ કહ્યું કે તેઓ અરજદારોને રેન્ડમલી પસંદ કરશે.