BSPએ કરી ઘોષણા, આગામી વિધાનસભા ચુટણી એકલા હાથે લડશે

February 22, 2020

નવી દિલ્હી : બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022ને (UP Assembly Election 2022) ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં માયાવતીની આગેવાનીમાં થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે બસપમાં આગામી ચૂંટણી એકલા હાથે લડશે.

માનવામાં આવતું હતું કે 2019માં લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે મળેલી સફળતા પછી બંને એક સાથે ચૂંટણી લડશે. માયાવતીએ નિર્દેશ આપ્યો છે કે પાર્ટીને બુથ સ્તર પર તૈયાર કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે બસપાએ લોકસભા ચૂંટણીમાં 10 સીટો મેળવી હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં બસપાના સંગઠનાત્મક ઢાંચામાં મહત્વના ફેરફાર કરવામાં આવી શકે છે.શનિવારે થયેલી બેઠકમાં બસપાએ આ વર્ષે યોજાનાર બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.