પત્નીને ચોથી પુત્રી જન્મતા સગા બાપે નવજાત બાળકીનું ગળું ઘોંટી હત્યા કરી

May 21, 2020

મુંબઇ : કોલ્હાપુર જિલ્લાના ગડહિગ્લજ ખાતે ત્રણ  પુત્રી બાદ ગર્ભવતી પત્નીને ચોથી પુત્રી જન્મતા ગુસ્સે થયેલા સગા બાપે જ નવજાત બાળકીનું ગળું ઘોંટી તેની હત્યા કરી નાંખી હતી.

પોલીસે આ પ્રકરણે નવજાત બાળકીનો મૃતદેહ સરસ્પર મળી દાટી દેવાના આરોપસર ધોંડીબા કુંભાર તેનેી  પત્ની વનિતા કુંભાર અને લક્ષ્મણ કુંભાર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ સંદર્ભે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર ધોંડીબાને તાજેતરમાં ત્રણ પુત્રી બાદ ચોથી પણ પુત્રી જન્મી હતી તેથી રોષે ભરાયેલા ધોંડીબાએ નવજાત બાળકીનું ગળું ઘોટી તેની હત્યા કરી નાંખી હતા. આ ઘટના બાદ ધોંડીબાએ પત્ની અને અન્ય એક વ્યકિતની મદદથી નવજાતનો  મૃતદેહ એક જગ્યાએ દાટી દીધો હતો.

આ સંદર્ભે શરૃઆતમાં આરોપીએ પોલીસને સાથ આપ્યો નહોતો પણ પોલીસે ત્રીજુ નેત્ર ખોલતા આરોપી ધોંડીબા પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને પોતેજ બાળકીની હત્યા કરી તેની લાશ દાટી હોવાનું કબૂલ્યું હતું. આ ઘટના બાદ પોલીસે બાળકીની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.