બાળકોને સાચવવા ઘરે રહેલાં માતા-પિતાને જર્મન સરકાર 20 સપ્તાહનો પગાર ચૂકવશે

May 23, 2020

બર્લિન : જર્મનીમાં જે માતા-પિતા કે વાલીઓ કોરોનાના સમયમાં પોતાના બાળકોની દેખરેખ રાખવા માટે કામ-નોકરી કરી ન શક્યા હોય તેમને સરકાર તરફથી ૨૦ સપ્તાહનું વેતન આપવામાં આવશે. જર્મન સરકારના નવા પ્રસ્તાવ અનુસાર સિંગર પેરેન્ટ ૨૦ સપ્તાહના પગારનો હકદાર બનશે. જ્યારે પતિ-પત્નીએ સાથે રહીને બાળક કે બાળકોને સાચવ્યા હોય તો તેઓને ૧૦ સપ્તાહનો પગાર 'ગૌણ પગાર ચૂકવણી' અંતર્ગત મળશે.

કોરોના મહામારીના સમયમાં જર્મન સરકારે નાગરિકોને મદદ કરવા માટે આ પ્રસ્તાવ રજુ કર્યો છે. જે અનુસાર કોઈ પણ બાળકના માતા-પિતા કે વાલી સરકાર પાસેથી પ્રતિમાસ ૨,૦૧૬ યુરો મેળવી શકશે, જે ભારતીય રૂપિયામાં ૧.૬૭ લાખ થવા જાય છે.

બાળકોની દેખરેખ રાખવા માટે કામ-નોકરી પર ન જઈ શકનારા દંપત્તિના કર-કપાત બાદના પગારને ૬૭ ટકા જેટલો કવર કરવાનો પ્રયાસ આ ગૌણ પગાર ચૂકવણીમાં કવરામા આવ્યો છે. જર્મન ચાન્સેલર એંજેલા મોર્કલની કન્ઝર્વેટિવ સીડીયુ પાર્ટીના આરોગ્ય મંત્રી જેન્સ સ્પાહને આ જાહેરાત કરી હતી. કોરોના મહામારીને કારણે આર્થિક સંઘર્ષ કરી રહેલા પરિવારોની મદદ માટેનું દબાણ વધતાં તેમણે આ નવા પ્રસ્તાવને રજુ કર્યો હતો.