નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી

February 05, 2020

નવી દિલ્હી : નિર્ભયા કાંડના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે કહ્યુ હતુ કે, તમામને એક સાથે ફાંસી થશે.તેની સાથે સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, નિર્ભયા કેસના દોષિતોનુ ડેથ વોરંટ બે વખત ટળી ચુક્યુ છે.કારણકે દોષિતોએ અલગ-અલગ સમયે કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કર્યો હતો.જોકે હવે તમામ દોષિતોને કોર્ટે આદેશ આપ્યો છે કે, તમારી પાસે જે પણ કાનૂની વિકલ્પ બાકી હોય તેનો ઉપયોગ એક સપ્તાહની અંદર જ કરી લેવાનો રહેશે.