બ્રામ્પટનની કિશોરી કોવિડ-૧૯થી મૃત્યુ પામનારી સૌથી ઓછી વયની કેનેડીયન

May 01, 2021

  • પરિવારની મદદ માટે ૮૦,૦૦૦ યુએસ ડોલરનું ફંડ એકત્ર થયુ
ઓન્ટેરિયો : કેનેડામાં કોવિડ-૧૯થી મૃત્યુ પામનારાઓમાં સૌથી ઓછી વયના દર્દી તરીકે ઓન્ટેરિયોના બ્રામ્પટનની એમિલી વિકટોરીયા વાઈગાસ નામની ૧૩ વર્ષની કિશોરીનું નામ આવે છે. 
એના પરિવારના જણાવ્યા મુજબ એ ત્રીજા વેવના વાઈરસથી ગ્રસિત થઈ હતી. એનું મૃત્યુ રરમી એપ્રિલે થયું હોવાનું એક ઓનલાઈન ફન્ડ રેઈઝર લોન્ચ થવાથી જાણવા મળ્યું હતું. જે એના પરિવારે એની સ્મૃતિમાં એમના પરિવારના મિત્ર એડ્રીયાન ગોડાર્ડે લોન્ચ કર્યું હતું અને એમાંથી એના પરિવારની મદદ માટે ૮૦,૦૦૦ યુએસ ડોલરનું ફંડ એકત્ર થયું હતું. 
એડ્રીયાને મીડિયાને જણાવ્યું હતું કે, વાઈગાસને કોવિડ-૧૯ ઉપરાંત ન્યુમોનિયા પણ થયો હતો. એની માતા અત્યારે કોવિડ-૧૯ના આઈસીયુમાં છે અને એનો નાનો ભાઈ પણ અસરગ્રસ્ત હોવાથી આઈસોલેશનમાં છે. જેને હવે સારૂં છે.
વિલીયમ ઓસ્લેર હેલ્થ સિસ્ટમ્સના વચગાળાના કોર્પોરેટ ચીફ ઓફ ઈમરજન્સી મેડીસીન ડો.ઐન્ડ્્રુ હેલીએ સોમવારે જણાવ્યું હતું કે, એમની સિસ્ટમમાં ૧૯ વર્ષથી ઓછી વયના વ્યકિતનું મૃત્યુ થયું હોય તેવો આ પહેલો કેસ છે. એના પરીવાર પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યકત કરીએ છીએ અને આ કપરા કાળમાં એમને સાંત્વના માટે પ્રાર્થના કરીએ છીએ. 
તેમણે કહ્યુંં હતું કે, વાઈગાસના કેસમાં એને પહેલાથી કોઈ આરોગ્યની સમસ્યા હતી કે, નહીં એ વિશે કંઈ જાણવા મળ્યું નથી. પરંતુ છેલ્લા ર૪ કલાકમાં પાંચ જણાને કોવિડ-૧૯ના આઈસીયુમાં દાખલ કરાયા હતા. જે પૈકી ત્રણને અગાઉથી હેલ્થની સમસ્યા હતી. ઓન્ટેરિયોના ચીફ કોરોનર ડો. ડર્ક હુયેરે સોમવારે કિશોરીના મૃત્યુના સમાચારને સમર્થન આપતા કહ્યુંં હતું કે, અમે એની તપાસ કરી રહ્યા છીએ. આ ઘણી કરૂણ બાબત છે અને ખાસ કરીને કોરોનાના નવા વેરીયન્ટસનો પ્રભાવ વધી રહ્યો છે.
ત્યારે કિશોરો અને યુવાનો એનો ભોગ ન બને એ મહત્વનું છે. ઘણા ઈમરજન્સી તબીબો અને ક્રિટીકલ કેરની નર્સો માને છે કે, ત્રીજા વેવમાં દર્દીઓની વયને ધ્યાનમાં રાખવામાં આવે તો આઈસીયુમાં દાખલ થનારાઓમાં યુવાનો વધુ જોવા મળે છે. રાષ્ટ્રીય સ્તરે મળતા આંકડાઓ મુજબ દેશમાં ૧૯ વર્ષ અને એથી ઓછી વયના ર૦૮૧૯પ લોકોને ચેપ લાગ્યો છે, જે પૈકી ૯પપને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ૧૪રને આઈસીયુની જરૂર પડી હતી.
અત્યાર સુધી ૧૯ વર્ષના વયજુથના આઠ કેનેડીયનોના મૃત્યુ થયા છે, જે પૈકીના ત્રણ ઓન્ટેરિયોના હતા.