કેનેડાના પરિવહન ઉદ્યોગમાં ડ્રાઇવરોની તંગી હવે સૌથી મોટી સમસ્યા

November 27, 2021

  • માર્ચ 2022 સુધીમાં કેનેડામાં 18000 ટ્રક ડ્રાઇવરોની જરૂર પડશે
  • કેનેડિયન ટ્રકિંગ એલાયન્સે ત્રણ વર્ષની ભરતી માટે યોજના તૈયાર કરવા માંડી
ઓટ્ટાવા : કેનેડામાં પુરવઠા હરોળમાં ટ્રકના ડ્રાઇવરોની તંગી ઉભી થતા ભારે વિક્ષેપ પડ્યો છે. ડ્રાઇવરોની આ તંગી સમગ્ર કેનેડામાં અનુભવાઈ રહી છે. આ એક રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે એમ કેનેડિયન ટ્રકિંગ એલાયન્સના અધ્યક્ષ સ્ટીફન લાસ્કોવસ્કીએ જણાવ્યું હતું. માર્ચ 2022 સુધીમાં કેનેડામાં આશરે 18000 ટ્રક ડ્રાઇવરોની જરૂર પડશે એમ ટ્રકિંગ એચઆર કેનેડા તરફથી એકત્ર કરવામાં આવેલા અહેવાલમાં નોંધવામાં આવ્યુ છે. લાસ્કોવસ્કીએ વધુમાં ઉમેર્યું હતું કે, 2023માં ડ્રાઇવરોની તંગી આકાશને આંબતી થઇ જશે અને એક અંદાજ મુજબ 55000 ડ્રાઇવરોની જરૂરત ઉભી થશે. કેન્દ્ર સરકારે નવી પ્રતિભાઓને આકર્ષવા માટે વધુ આકર્ષક નીતિ અપનાવવી પડશે અને જુના કામદારોને કેનેડામાં જાળવી રાખવા માટે પ્રયત્ન કરવો પડશે. પરિવહન ઉદ્યોગમાં તાલીમ માટે ઓછો ખર્ચ કરવામાં આવતો હોવાથી અમે ઓટ્ટાવાને વિનંતી કરીએ છીએ કે, વધુ કેનેડીયનો અને કેનેડાના લોકો આ વ્યવસાય તરફ આકર્ષાય તે માટે સહયારા પ્રયત્નો કરવા જોઈએ. જેઓ ડ્રાઇવરના વ્યવસાયમાં જોડાવા ઈચ્છે છે, તેમને લાઇસન્સ મેળવવા માટે મદદ કરવી જોઈએ. 
લાઇસન્સનો ખર્ચ 10000-15000 ડોલર થાય છે જે તમે ક્યાં વિસ્તારમાં છો તેના ઉપર આધાર રાખે છે. આપણે અર્થતંત્ર ઉપર તેની શું અસર થાય છે. તે ધ્યાનમાં લઈને જેઓ ટ્રક ડ્રાઈવર બનવા ઇચ્છતા હોય તેમને તાલીમ આપવામાં મદદ કરવી જોઈએ. લાસ્કોવસ્કીએ કહ્યું હતુ કે, રોગચાળા દરમિયાન પરિવહન ઉદ્યોગમાં એક તરફી નિવૃત્તિ અને સ્વૈચ્છિક નિવૃત્તિનું ભારે પ્રમાણ રહ્યું હતું. જેના કારણે હાલમાં આ ઉદ્યોગને ડ્રાઇવરની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં નોકરીમાં સ્થાયી સગવડતા અને લાભ મળવાના કારણે પણ ડ્રાઇવરોની તંગી જોવા મળે છે. રોટમેન્ટ્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, યુનિવર્સીટી ઓફ ટોરોન્ટો અને કેનેડિયન નેશનલ ચેયર ઓફ સ્ટ્રેટેજીક માર્કેટીંગના પ્રાધ્યાપક ડેવિડ સોબરમેને જણાવ્યું હતુ કે, જે અરજીઓ મળે છે તે અરજદારોની ગુણવતા આવશ્યકતા મુજબની હોતી નથી અને તેમનામાં તાલીમનો અભાવ હોવાને કારણે પોતાનું કામ તાત્કાલિક શરુ કરી શકતા નથી. ડ્રાઇવરોની તંગીનું પરિણામ એ આવશે કે દેશની પુરવઠા વ્યવસ્થા ઉપર તેની અસર જોવા મળશે. ગેસ પમ્પથી લઈને કરિયાણાની દુકાનો તથા મોટા દાગીનાઓની હર-ફેર કરતા યુનિટોને પણ તેની ભારે અસર થશે. 
સ્ટોર્સ ખાલી- ખમ રહેશે અને બીજી તરફ જ્યાં જરૂરત ના હોય ત્યાં માલનો ભરાવો થશે. જો આપણે આપણી પુરવઠા હરોળ વ્યવસ્થિત ચાલે તેવું ઇચ્છતા હોઈએ તો હાલમાં જે ટ્રક ડ્રાઈવર કામ કરે છે તેમને 10% વધુ કામ કરવું પડશે અને આ પરિસ્થિતિ આગામી કેટલાક વર્ષો સુધી ચાલુ રહશે. ધ કેનેડિયન ટ્રકિંગ એલાયન્સ ત્રણ વર્ષની ભરતી માટેની એક યોજના તૈયાર કરી રહી છે અને તેનું સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવી રહી છે અને આ ઉદ્યોગોમા રહેલી તકોનો પ્રચાર કરી રહી છે. હાઇવે ઉપર ટ્રકો બહુ ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા છે અને લોકોને ડ્રાઈવરોનું મહત્વ સમજાયું છે.