BJP નેતાના પુત્રએ નશામાં ધૂત થઈને પૂરઝડપે કાર ચલાવી; પોલીસ સહિત રસ્તામાં આવનારા દરેક લોકોને અડફેટે લીધા, આરોપી ફરાર

April 07, 2021

ઈન્દોર : મધ્યપ્રદેશમાં ઈન્દોરના સ્થાનિક નેતા ફિરદોશ પટેલના પુત્ર ફેઝાને મંગળવારે અડધી રાતે આઝાદનગરમાં નશામાં ધૂત થઈને પૂરઝડપે ગાડી ચલાવીને ભય ફેલાવ્યો હતો. ફેઝાને ઘણીબધી ગાડીઓેને ટક્કર મારી હતી, જેમાંથી કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને પગલે સેંકડો લોકો રિપોર્ટ લખાવવા માટે આઝાદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેની ધરપકડ કરવા પીછો કરતા પોલીસકર્મીઓને પણ આરોપીએ ટક્કર મારી હતી. 25થી વધુ વાહનોએ આ કારચાલકનો પીછો કર્યો હતો. આ દરમિયાન લોકોથી બચવા માટે તે અંધગતિએ કાર ચલાવતો રહ્યો અને રસ્તામાં આવનારા લોકોને અડફેટે લેતો ગયો હતો. પોલીસ અને લોકોની કોશિશ છતાં આરોપી ફરાર થઈ ગયો હતો.