તેલંગાણામાં ચોરેલું ATM નહીં તુટતા ચોરો રસ્તામાં મૂકીને ભાગી ગયા

February 27, 2020

હૈદરાબાદ : એક વિચિત્ર ઘટનામાં રવિવારે રૂદ્રમ ગામમાં થી ચોરી કરેલું ઇન્ડિકેશની માલીકીનું એટીએમ ચોરો તોડી નહીં શકતા આજે તેને રસ્તામાં મૂકીને ભાગી ગયા હતા.

રૂદ્રમમાં એટીએમ સેન્ટરમાં  બે મશીન હતા જે પૈકી એકનો ચોરોએ ઉપાડી લીધો હતો જેમાં ૨.૨૭ લાખ રૂપિયા હતા. ગ્રામજનોએ બે પૈકીનું એક મશીન નહીં જોતાં તેમણે પોલીસને જાણ કરી હતી.રવિવારે રાત્રે સવા બે વાગે આ ઘટના બની હતી અને એજ દિવસે સાંજે ચાર વાગે મશીન રસ્તામાં બિનવારસી હાલતમાં મળ્યું હતું, એમ પતનચેરુ પોલીસે કહ્યું હતું. સ્થાનિકોએ મશીનને જોતા પોલીસને જાણ કરી હતી.ત્યાર પછી મશીનની રોકડને ઇન્ડિકેશને સોંપવામાં આવી હતી.

પોલીસે કહ્યું હતું કે એટીએમ ચોરવા માટે તેમણે ચોરીના વાહનનો ઉપયોગ કર્યો હતો. 

પોલીસે કેસને ઉકેલવા શ્વાન ટીમ અને  ક્લુઝની મદદ લીધી હતી.પતનચેરુમાં પત્રકારો સાથેની વાતમાં સર્કલ ઇન્સપેકટર નરેશે કહ્યું હતું 'આ ચોરી કરવામાં કુલ છ લોકો સંડોવાયેલા હતા. પકડાઇ ના જવાય એટલા માટે તેમણે વાહનની પણ ચોરી કરી હતી.જો કે હજુ સુધી અમને ચોરાયેવું વાહન મળ્યું નથી, પણ અમારા પ્રયાસો જારી છે'.

પોલીસે ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવી લીધા હતા અને ગુનેગારોને પકડવા માટે અન્ય પોલીસ સ્ટેશનોએ તેમના ફોટા મોકલી અપાયા હતા.પોલીસે વિવિધ કલમો હેઠળ અજા ણ્યા લોકો સામે કેસ કર્યો હતો.