દુનિયાના સૌથી વૃદ્ધ મહિલા, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ

September 22, 2020

ટોક્યો : ગિનીઝ બુક ઑફ રેકોર્ડસે કેન તનાકાને દુનિયાના સૌથી જૂના જીવિત વ્યક્તિ તરીકે માન્યતા આપી છે પરંતુ તાજેતરમાં સુપરસેન્ટ્રિયને વધુ એક રેકોર્ડ તોડી દીધો. તેઓ જાપાનની સૌથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ બની ગયા છે. કેન તનાકા શનિવારે 117 વર્ષ અને 261 દિવસના થઈ ગયા છે.

રેકોર્ડ એક અન્ય જાપાની મહિલા નબી તાજિમાના નામે હતો. જેનું મૃત્યુ એપ્રિલ 2018માં 117 વર્ષ અને 260 દિવસની ઉંમરમાં થયુ હતુ. કેન તનાકા દક્ષિણ-પશ્ચિમી શહેર ફુકુઓકામાં એક નર્સિંગ હોમમાં રહે છે. સોડા અને ચોકલેટને પ્રેમ કરનાર તનાકાનો જન્મ 2 જાન્યુઆરી 1903એ ફુકુઓકા શહેરના પૂર્વ ભાગ વજીરોના ગામમાં થયો હતો.

તેમણે કોકની બોટલ સાથે સિદ્ધિનો જશ્ન મનાવ્યો અને તેમના ચહેરા પર છપાયેલી ટી-શર્ટ પહેરી. આ તેમના પરિવારના સભ્યો દ્વારા તેમને આપવામાં આવી હતી. તેમના 60 વર્ષીય પૌત્ર ઈજી તનાકાએ એક સમાચાર એજન્સીને જણાવ્યુ કે તેમની દાદીનું સ્વાસ્થ્ય સારૂ છે.

તેમણે જણાવ્યુ કે કોરોના વાઈરસ મહામારીના કારણે પારિવારિક મુસાફરી પર પ્રતિબંધ છતાં દરરોજ પોતાના જીવનનો આનંદ લઈ રહી હતી. એક પરિવાર તરીકે અમે નવા રેકોર્ડ ખુશ અને ગર્વ અનુભવી રહ્યા છીએ.

ફુકુઓકાના મેયર સોઈચિરો તકાશિમાએ એક નિવેદન જારી કરીને તનાકા માટે પોતાનું સન્માન વ્યક્ત કર્યુ. જે મીજી, તાયશો, શોવા, હેઈસી અને રીવા યુગમાંથી પ્રત્યેકમાં રહી ચૂક્યા છે અને તેમના જીવનના વિવિધ અનુભવ છે. કથિત રીતે તેમણે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.