હેર સ્પા કર્યા બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

December 21, 2021

ડેમેજ વાળને દૂર કરી મુલાયમ બનાવવા હેર સ્પા ઉત્તમ ટ્રીટમેન્ટ છે. ઘણી વખત હેર સ્પા કર્યાં પછી યુવતીઓ દ્વારા કરવામાં આવતી અમુક ભૂલોને કારણે વાળમાં પૂરતો ફાયદો થતો નથી. ળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હેર સ્પા ઉત્તમ ટ્રીટમેન્ટ માનવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ તમારા ડેમેજ વાળને જીવંત કરે છે. વાળ મુલાયમ થાય છે સાથે તાળવાને કુદરતી ભીનાશ મળે છે. ઘણી વખત હેર સ્પા કર્યાં પછી યુવતીઓ દ્વારા કરવામાં આવતી અમુક ભૂલોને કારણે વાળમાં એટલો ફાયદો નથી થતો જેટલો થવો જોઇએ. હેર સ્પા કર્યા બાદ કંઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એ જાણીએ. 

ફૂડનું રાખો ધ્યાન          
સ્પા કરાવ્યા બાદ ખીચડી, દાળ–ભાત વગેરે જેવો હળવો આહાર લેવો જોઇએ. સૂપ પીવો બેસ્ટ રહેશે. વધારે ભૂખ લાગી હોય તો એવો આહાર લો જેમાં લસણનું પ્રમાણ વધારે હોય. લસણ તમારા શરીરમાં આવેલા પરિવર્તનમાં મદદ કરશે.  

વધારે પાણી પીવો        
હેર સ્પા કર્યા પછી ઘણાં લોકો ડિહાઇડ્રેટ મહેસૂસ કરે છે. આવી સ્થિતિમાં વધારે પાણી પીવો. તમે કોઇ અન્ય પ્રકારનાં ડ્રિંક્સ કે ફ્રેશ જ્યૂસ લઈ શકો છો. લીંબુનું શરબત અથવા ગ્રીન ટી પણ લઇ શકાય છે.  

ઓઇલ અને હેર પેક
હેર સ્પા દરમિયાન ઓઇલ કે લૉશન દ્વારા વાળમાં ડીપ મોઇશ્ચરાઇઝર આપવામાં આવે છે. વાળને સોફ્ટ બનાવવા માટે હેર સ્પા કરાવ્યા પછી તરત વાળમાં કંઈ ન લગાવો. એનાથી વાળમાં એક્સ્ટ્રા ફાયદા નહીં થાય. તેથી વાળમાં ઓઇલ કે હેરપેક લગાવવાનું ટાળો. 

હેર સ્ટાઇલ લેવાનું ટાળો
હેર સ્પા કર્યા પછી પાર્ટી કે પ્રસંગમાં જવાનું હોય તો ઘણી મહિલાઓ હેર સ્ટાઇલ લેતી હોય છે. ઘણી વખત યુવતીઓ સ્ટ્રેટનર અને બ્લોઅરનો ઉપયોગ કરે છે. એનાથી વાળને મળતું પોષણ તરત નાશ પામે છે. હેર સ્પા કર્યાં બાદ એક વીક સુધી વાળને હિટ આપવાથી માંડી હેરસ્ટાઇલ લેવાનું ટાળવું જોઇએ.  

શાવર ન લેવું
હેર સ્પા પછી બેથી ત્રણ દિવસ સુધી હેરવોશ ન કરવા જોઇએ. શક્ય હોય તો વાળ પલાળવા પણ ન જોઇએ. હેર સ્પામાં વાળને ડીપ કન્ડિશનિંગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તરત વાળને ધોઇ નાંખશો તો મોઇૃરાઇઝર નીકળી જશે અને સ્પા કરાવવાનો ફાયદો થશે નહીં.  

શેમ્પૂને કરો ડાયલ્યૂટ
હેર સ્પા કર્યા પછી જ્યારે વાળ ધૂઓ ત્યારે વાળમાં ડાયરેક્ટ શેમ્પૂ ન લગાવો. આમ કરશો તો વાળ ફરીથી રફ અને ડેમેજ થવા લાગશે. હેર સ્પા પછી જ નહીં, પરંતુ નિયમિત રીતે શેમ્પૂને ડાઇલ્યૂટ કરીને એટલે કે થોડું પાણી મિક્સ કરીને લગાવશો તો વાળ પહેલાં કરતાં સિલ્કી અને શાઇની લાગશે.  

વાળને કવર રાખો
સ્પા પછી વાળને ધૂળ, પોલ્યુશનથી બચાવવા બહુ જરૂરી છે. તેથી હેર સ્પા કર્યા બાદ બહાર નીકળતા પહેલાં વાળને સ્કાર્ફ કે દુપટ્ટાથી કવર કરીને રાખો જેથી તેની ભીનાશ જળવાઈ રહે.