મહારાષ્ટ્રમાં કોરોનાથી ત્રીજુ મોત, દેશમાં 419 કેસ પોઝીટિવ

March 23, 2020

મુંબઈ, : સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યા 419 થઈ ગઈ છે. કોરોનાની ચપેટમાં આવનારા અત્યાર સુધી 8ના મોત થઈ ચૂક્યા છે. માત્ર 24 કલાકમાં 50થી વધારે નવા દર્દી આવ્યા છે અને ત્રણ મોત નીપજ્યા છે.

દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી લૉકડાઉન છે. આ સિવાય ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં પણ 25 માર્ચ સુધી લૉક ડાઉન કરાયુ છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ત્રીજુ મોત નીપજ્યુ છે. મૃતક ફિલિપાઈન્સનો રહેવાસી છે અને તેનુ મોત રવિવારે થયુ હતુ. જોકે પહેલા તે કોરોના પોઝીટિવ હતો પરંતુ બાદમાં નેગેટિવ થઈ ગયો હતો. જે બાદ તેને મુંબઈના કસ્તૂરબા હોસ્પિટલથી પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. ડૉક્ટરોનું કહેવુ હતુ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના કારણે તેનું મોત નીપજ્યુ છે.