તિરૂવનંતપુરમ એરપોર્ટ અદાણીને સોંપવા સામે કેરળ સરકાર સુપ્રીમમાં

February 22, 2020

નવી દિલ્હી : તિરૂવનંતપુરમનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝને સોંપવાના એરપોેર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એએઆઇ)ના નિર્ણયને કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, 2019માં અદાણી એન્ટરપ્રાઇઝ 50 વર્ષ સુધી ે તિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને ઓપરેશનની કામગીરી માટેની બોલી જીતી લીધી હતી. 

કેરળ સરકારે આ સંદર્ભમાં કેરળ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે આ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હોવાથી અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી આગામી સપ્તાહમાં થવાની શક્યતા છે.

કેરળ સરકારે ત્રીજી ફેબુ્રઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે અદાણી એન્ટરપ્રાઇઝનો સંપર્ક સાધવામાં આવતા તેમનો પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેસ કોર્ટમાં ચાલતો હોવાથી હાલમાં આ અંગે કોઇ પણ ટિપ્પણી કરી શકાય તેમ નથી.

બોલી દરમિયાન અદાણીએ યાત્રી દીઠ 168 રૂપિયા, રાજ્ય સરકારની માલિકીના કેર સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (કેએસઆઇડીસી)એ યાત્રી દીઠ 135 રૂપિયા અને જીએમઆર ગુ્રપે 63 રૂપિયા ચુકવવાની ઓફર કરી હતી. બોલીમાં હારી ગયા પછી મુખ્યપ્રધાન પિનારાયી વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે એરપોર્ટ ખાનગી કંપનીને સોંપવામાં ન આવે.