Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

પશ્ચિમ બંગાળમાં BJPની રેલી પર TMC કાર્યકરોનો પથ્થરમારો, બંનેનાં સમર્થકો વચ્ચે અથડામણ

January 18, 2021

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં  વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને TMCએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી દીધું છે. બંગાળમાં પોતાનો પાયો મજબૂત કરવા માટે બીજેપી તમામ પ્રયાસ કરી રહી છે. અને થોડા થોડા દિવસોના અંતરે અહીં કેન્દ્રીય મંત્રીઓ સાથેની રેલી યોજે છે. આજે બંગાળમાં કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરી અને બંગાળ બીજેપી પ્રમુખ દિલીપ ઘોષ અને બીજેપી નેતા સુવેંદુ અધિકારી સાથે ભાજપે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કરી દીધો હતો. જે બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.