સુંદરતામાં ગ્રહણરૂપ ખીલને દૂર કરવાના નૂસખા
October 20, 2021

ચહેરાની સુંદરતા અગત્યની છે પણ ચહેરાની સુંદરતામાં ડાઘ લગાડતાં ખીલ આપણને પરેશાન કરી મૂકતા હોય છે. પુરુષો તેની ઉપર બહુ ધ્યાન નથી આપતા પણ સ્ત્રીઓ માટે તે મોટી સમસ્યા બની રહે છે, કારણ કે એક ખીલ થાય એટલે તે તેનાં સગાંવહાલાં ખીલને પણ આમંત્રણ આપે છે, પરિણામે તે ચહેરા ઉપર રહીને તેના ડાઘ છોડી દે છે. ખેર, ચહેરાની સુંદરતાને બગાડનાર ખીલ મટાડવાના ઘરેલુ ઉપાય જાણી લઇએ.
- એકદમ પાકી ગયેલા પપૈયાને કટ કરી તેને સ્મેશ કરી લો, તે પછી તે સ્મેશ કરેલા મિશ્રણને મોઢા ઉપર લગાવીને થોડી વાર માલીશ કરો. માલીશ કરી લીધા પછી તેને સુકાવા દો, સુકાઈ જાય એટલે ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. આ ઉપાય એક આખું અઠવાડિયું અજમાવવાથી ચહેરા ઉપરના ખીલ દૂર થઇ જશે.
- કાચા પપૈયાને કટ કરી તેની અંદરથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે રોજ ખીલ ઉપર લગાવવાથી ખીલ જડમૂળમાંથી દૂર થઈ જશે.
- તુલસીનાં પાનના રસમાં આદું અને લીંબુનો રસ મિક્સ કરી તે મિશ્રણને ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપરના ખીલ દૂર થઇ જશે તેમજ ચહેરો ચમકદાર બનશે.
- છાશ વડે મોઢું ધોવાથી ચહેરા ઉપરના ખીલના ડાઘ દૂર થાય છે તેમજ ચહેરાનો રંગ પણ બ્રાઇટ બને છે.
- લીલા નાળિયેરનું પાણી રોજ પીવો અને થોડા પાણીથી મોઢું ધોવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
Related Articles
પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમાલનો ઉપાય
પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમ...
May 10, 2022
હેર સ્ટ્રેટનર ખરીદતા પહેલાં રાખો આટલું ધ્યાન
હેર સ્ટ્રેટનર ખરીદતા પહેલાં રાખો આટલું ધ...
May 06, 2022
શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કારણો
શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કા...
May 06, 2022
Trending NEWS

NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
22 May, 2022

3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57...
21 May, 2022

કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો...
21 May, 2022