સમારંભોમાં હાજરી આપનારા ર૩ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા

September 13, 2020

  • પ્રતિબંધ છતાં સમારોહનું આયોજન કરનારાઓની તપાસ શરૂ

માર્કહામ, વ્હિટચર્ચ - સોફવિલે અને ટોરન્ટોમાં ઓગસ્ટની ર૮મી અને ર૯મી તારીખે યોજાયેલા લગ્ન સમારંભોમાં હાજરી આપનારાઓ પૈકી ર૩ લોકો કોરોના પોઝિટિવ જણાતા અધિકારીઓ મુઝવણમાં મુકાયા છે. જે કોઈએવા સમારંભોમાં ગયું હોય તેમનામાં કોરોનાના લક્ષાણો છે કે નહીં એનું ધ્યાન રાખવા માંડયા છેકોવિડ -૧૯ની માર્ગદર્શકિા મુજબ ૧રમી સપ્ટેમ્બર સુધી સમારંભો પર પ્રતિબંધ હતો છતાં આવા આયોજનો કઈ રીતે થયા એની તપાસ શરૂ કરાઈ છેઅધિકારીઓનું એવું માનવું છે કે,જો તેમને લક્ષણો વિશે જાણ હોય તો તેમણે સેલ્ફ આઈસોલેશન લઈ તપાસ કરાવવી જોઈતી હતી

યોર્ક રીજિયન પબ્લીક હેલ્થ વિભાગે આપેલી યાદી મુજબ સ્થળોએ યોજાયેલા સમારંભોમાં કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા :

  • વ્હીટચર્ચ -સોફવિલે ખાતે ખાનગીનિવાસમાં ર૮મી ઓગસ્ટ
  • રેકસાડેલ સિંઘ સભા રીલીજિયસ સેન્ટર,બેવુડ રોડ,ટોરન્ટો ર૮મી ઓગસ્ટ
  • મોર્નગિંવ્યુ ટ્રેલ ખાતેના લક્ષમી નારાયણ મંદિરમાં ર૮મી ઓગસ્ટ
  • માર્કહામ ખાતેના ખાનગી નિવાસ સ્થાનમાં ર૯મી ઓગસ્ટ
  • અધિકારીઓના જણાવ્યા મુજબ શનિવારે ૧૧ લોકોના નિદાનમાં કોવિડ -૧૯ લક્ષાણો જણાયા હતા જેની રવિવારે પુષ્ટી થઈ હતી.
  • તેઓ જાહેર સ્થળે ફિઝીકલ ડીસ્ટન્સ જાળવી રાખવા,માસ્ક પહેરવા અને સ્વચ્છતા જાળવવા  દરેકને પ્રોત્સાહિત કરે છે.