ઉલ્ટા ચોર કોતવાલ કો ડાઁટે : ચીને ગલવાન સંઘર્ષનો વીડિયો જાહેર કર્યો, ભારત પર ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો

February 20, 2021

નવી દિલ્હીઃ ચીન દ્વાર જે પહેલી વખત ગલવાન ઘાટીમાં થયેલા ઘર્,ણમાં પોતાના સૈનિકોના મોત થયાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ચીને એક વીડયો પણ જાહેર કર્યો છે. જેમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચેના ઘર્ષણને બતાવવામાં આવ્યું છે. ચીની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ દ્વારા આ વીડિયો જાહેર કરતાની સાથે જ ભારતીય સેના પર હૂમલાનો આરોપ લગાવ્યો છે.
એટલે કે અહીં તો ઉલ્ટા ચોર કોતવાલ કો ડાઁટે તેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે ભારત દ્વારા આ અંગે કોઇ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. જો કે ઘણા નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો જૂનો છે. ચીની સેનાએ આ વીડિયો જાહેર કરીને એવો આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાએ પહેલા ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સાથે જ કહ્યું કે છે કે આ વીડિયો ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણનો છે. ચીની સેનાએ આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાએ સ્ટીલની ટ્યુબ, લાકાડી અને પત્થરો વડે ચીની સેના પર હૂમલો કર્યો હતો. વીડિયોની અંદર નદી કિનારે ચીની પોસ્ટ દેખાઇ રહી છે. ત્યારબાદ ભરાતીય સેનાના એક અધિકારી ચીની સૈનિકો સાથે દેખાઇ રહ્યા છે.