અભૂતપૂર્વ સંકટઃ દેશના 23 રાજ્યોમાં 82 જિલ્લાઓમાં લોકડાઉન

March 23, 2020

નવી દિલ્હી : કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તેમ-તેમ એક પછી એક રાજ્ય સરકારો હરકતમાં આવી રહી છે. ભારત પર સર્જાયેલા આ અભૂતપૂર્વ સંકટના કારણે હવે દેશના 23 રાજ્યોએ લોકડાઉન જાહેર કર્યુ છે. આ રાજ્યોમાં કુલ 82 જિલ્લાઓને  લોકડાઉન કરવામાં આવ્યા છે.પંજાબ એવુ રાજ્ય છે જેણે આખા રાજ્યમાં કરફ્યુનુ એલાન કર્યુ છે.

રવિવારના જનતા કરફ્યુ બાદ આજથી તમામ રાજ્યોએ લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવા માંડ્યો હોવાથી જાણે આખો દેશ થંભી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યોએ એસટી બસ સેવાઓ થંભાવી દીધી છે.રેલવેએ 31મી સુધી ટ્રેનો નહી દોડાવવાની જાહેરાત પણ કરી છે.બીજી તરફ ફેક્ટરીઓ પણ બંધ છે.