વડોદરા ગેંગરેપ કેસઃ યુવતીના મોત પહેલાના એ અડધા કલાકમાં શું બન્યું?

November 27, 2021

વલસાડ ટ્રેનમાં લટકતી હાલતમાં મળેલી યુવતીનો મોતનો મામલો વધુ વિસ્તરી રહ્યો છે. યુવતીના મોત અંગે ઘૂંટાતું રહસ્ય હજી અકબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી વલસાડ સ્ટેશન સુધી જીવિત આવી હતી તેવી પણ માહિતિ સામે આવી છે.

યુવતીએ ટ્રેનમાંથી મેસેજ કર્યા હતા કે તેણીનું અપહરણ થયું છે અને સાથે તેને મારી નાખવામાં આવશે. ત્યાર બાદ યુવતી વલસાડ ક્વિન ટ્રેનમાં વલસાડ સુધી જીવતી આવી હતી. વલસાડ સ્ટેશનમાં દોઢ વાગ્યા સુધી યુવતી ટ્રેનમાં જીવિત હોવાનું જાણવા મળ્યું છે. આ ખુલાસો યુવતીને જોનાર યુવકે કર્યો છે. આ સાથે જ ટ્રેનમાં સાફ સફાઈ કરનાર યુવકે તેને અવાજ આપી ટ્રેન માંથી ઉતરવા પણ જણાવ્યું હતું.

જોકે યુવતી ટ્રેનમાં ખુલ્લા વાળ રાખી રડતી રડતી રડતી સીટ પર બેસી હતી. બાદમાં યુવક ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં અડધો કલાક બાદ યુવતી લટકતી હાલતમાં જોવા મળી હતી. તો યુવતીનું જીવન અને મોતનો સમય માત્ર અડધો કલાકનો રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્રેનના ડબ્બામાં એ રહસ્ય અકબંધ છે. યુવતીને મારીને લટકાવી કે યુવતીએ આપઘાત કર્યો એ સવાલો ઊઠી રહ્યા છે. પોલીસ હજી પણ તપાસમાં હવાતિયાં જ મારે છે. જો હત્યા થઈ તો વલસાડમાં જ થઈ હશે. જો તેને મારવાના હતા કોઇ ઈસમો તો એ વલસાડ સુધી આવ્યા જ હશે. તેણીના મેસેજથી આ તમામ સવાલો તપાસમાં ઉભા થઇ રહ્યા છે. મહત્ત્વનું છે કે આ યુવતી જીવિત હતી ત્યાં સુધી કોઈ પોલીસનું પેટ્રોલિંગ ટ્રેનમાં કે સ્ટેશન પર ન હતું.