વિરોધ માટે બધા જ રસ્તા પર ઉતરશે તો શું થશે? શાહીનબાગ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

February 17, 2020

નવી દિલ્હી : દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા CAA વિરોધી પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યુ છે. શાહીનબાગમાં બે મહિનાથી મુખ્ય રોડ રોકીને પ્રદર્શન થઈ રહ્યુ છે. જેનાથી રોજ લાખો લોકો હેરાન થઈ રહ્યા છે. આ રસ્તો ખોલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં થયેલી પિટિશન પર આજે વધુ સુનાવણી થઈ હતી.

જે દરમિયાન કોર્ટે કહ્યુ હતુ કે, જો વિરોધના નામ પર બધા જ રસ્તા પર ઉતરવા માંડશે તો શું થશે? લોકોને પોતાનો અવાજ સમાજ સુધી પહોંચાડવાનો અધિકાર છે. કોર્ટ આ અધિકારની તરફેમ કરે છે પણ સમસ્યા દિલ્હીના ટ્રાફિકને લઈને છે. દિલ્હીના ટ્રાફિકને તમે જાણો છો. જો દરેક વ્યક્તિ રસ્તા પર ઉતરવા માંડ્યુ તો શું થશે. આ મુદ્દો લોકોના જનજીવન સાથે જોડાયેલો છે. અધિકારો અને ફરજ વચ્ચે સંતુલન જરુરી છે.