આ વખતે સંક્રાતિનુ શું છે વાહન? કઇ -દિશામાં છે નજર જાણીલો

January 12, 2022

આ વખતે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં સંક્રમણ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યના રાશિ પરિવર્તનને ખુબ વિશેષ માનવામાં આવે છે. સૂર્યને તમામ રાશિઓનો રાજા માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે જ્યાં સૂર્યના સંક્રમણને કારણે ખરમાસ સમાપ્ત થશે, વસંતના આગમનનો પણ સંકેત આપે છે.

મકરસંક્રાંતિનું વાહન અને સ્વરૂપ
સંક્રાતિએ પીળા વસ્ત્રો ધારણ કર્યા છે. સંક્રાતિએ હાથમાં ગદા ધારણ કરી છે. સંક્રાતિએ કપાળમાં કસરનું તિલક ધારણ કર્યુ છે. સંક્રાતિની જાતિ સાપ છે. સંક્રાતિની વય કુમારી છે. સંક્રાતિનું પુષ્પ જાઇ છે. સંક્રાતિ દુધપાકનું ભક્ષણ કરે છે. સંક્રાતિનુ પાત્ર રૂપાનું છે. કંચુકી પર્ણની અને મોતીનુ આભૂષણ ધારણ કરેલ છે.

વારનામ મિશ્રા છે. નક્ષત્ર નામ નંદા છે. સમુદાય મુહૂર્ત 30 સામાર્ધ્યા છે. સંક્રાતિની સ્થિતિ બેઠેલી છે. ઉમરમાં કુમારી છે. સંક્રાતિનું આગમન ઉત્તરમાંથી આવે છે અને દક્ષિણ દિશા તરફ જાય છે. તેનુ મપખ પૂર્વમાં અને તેની દૃષ્ટી નૈઋત્ય તરફ છે.

સંક્રાતિનું સ્વરૂપ 60 યોજન વિસ્તારવાળી લાંબુ નાક, નવ હાથ, એક માથુ, પુરૂષાકાર દાત ઘસતી, કઠોર વચન બોલતી, વૃક્ષ પાન ફળ તોડતી , ગાય ભેસ દોહતી જોઇ શકાય છે.

સંક્રાતિનુ ફળ
સંક્રાતિ જે જે વસ્તુ ધારણ કરે તેની અછત વર્તાય છે. તે તે વસ્તુઓના ભાવ વધે છે. સંક્રાતિ દૂધપાકનું ભક્ષણ કરે છે તેથી તેના ભાવ વધે છે. વાઘ અને પશુઓનો ત્રાસ વધે. ચણાની દાળ મોંઘી થાય, શેરોમાં તેજી આવે જીવન રક્ષક દવા વધુ સસ્તી થાય. જમીનના ભાવ વધે. લોખંડ, રેતી, કપચી, ઇંટ જેવા કાચા માલમાં ઉછાળો આવે. આતંકવાદ અને રાષ્ટ્રીય દ્રોહી તત્વને માટે પગલા લેવાશે.

મકરસંક્રાંતિનું મુહૂર્ત
મુહૂર્ત ચિંતામણિ ગ્રંથ અનુસાર મકરસંક્રાંતિનો શુભ સમય સૂર્ય સંક્રાંતિના સમય કરતાં 16 કલાક પહેલાનો છે અને 16 ઘટીકા પહેલા પુણ્યકાળ શરૂ થાય છે. આ વખતે પુણ્યકાળ 14 જાન્યુઆરીએ સવારે 7.15 કલાકે શરૂ થશે, જે સાંજે 5:44 કલાકે સમાપ્ત થશે. તેમાં સ્નાન, દાન, જપ કરી શકાય. મહાપુણ્ય કાલ મુહૂર્ત 9 વાગ્યાથી 10:30 સુધી ચાલશે. ત્યારબાદ બપોરે 1.32 થી 3.28 સુધી મુહૂર્ત રહેશે.