મોઢા પર માસ્ક પહેરીને સૌ પ્રથમ વખત હોસ્પિટલ પહોંચ્યા શી જિનપિંગ

February 12, 2020

બિજીંગ :  ચીનમાં કોરોનાં વાયરસથી મરનારા લોકોની સંખ્યા એક હજારને પાર કરી ગઇ છે, હુંબેઇ પ્રાંતમાં મંગળવાર સુંધી વધું 103 લોકો મોતને ભેટ્યા છે, ત્યાંર બાદ આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવીને દેશભરમાં મૃત્યું આંક વધીને 1,011 થઇ ગઇ છે.

આ દરમિયાન ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે હોસ્પિટલની મુલાકાત લીધી, આવું પહેલી વખત થયું છે કે કોરોના વાયરસનાં પ્રકોપ સામે ઝઝુમી રહેલા ચીનનાં પ્રમુખ આ રીતે જાહેરમાં બિજીંગ હોસ્પિયલની મુલાકાત લીધી હોય અને દર્દીઓની તબિયતની પુછપરછ કરી હોય.  

શી જિનપિંગ સોમવારે બિજીંગ હોસ્પિટલ પહોચ્યા, જ્યાં તેમણે દર્દીઓ સાથે મુલાકાત કરી અને ડોક્ટરો પાસે પરીસ્થિતી અંગે માહિતી મેળવી, આ દરમિયાન તેમણે કોરેના વાયરસનાં રોગચાળાને પહોચી વળવા માટે વધું નિર્ણાયક પગલા લેવા પર ભાર આપ્યો

કોરોના વાયરસ ફેલાયા બાદ પહેલી વખત હોસ્પિટલ પહોંચેલા શી જિનપિંગે મોઢા પર માસ્ક અને હાથમાં ગ્લવ્ઝલગાવીને અને સેનિટાઇઝર લગાવ્યું હતું.