આજથી ચૈત્ર નવરાત્રિ:ઘટ સ્થાપના માટે 4 મુહૂર્ત

April 13, 2021

આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ ગઇ છે, જે 21 એપ્રિલ સુધી રહેશે. ઘટ સ્થાપના માટે આજે આખા દિવસમાં 4 શુભ મુહૂર્ત રહેશે. હાલ, દેશમાં કોરોનાના કારણે જે પરિસ્થિતિ છે, તેના કારણે અનેક શહેરોમાં લોકડાઉન પણ છે. એવામાં નવરાત્રિની ઘટ સ્થાપના અને પૂજા માટે બધી સામગ્રી મળવું મુશ્કેલ થઇ શકે છે.

શાસ્ત્રો જણાવે છે કે આપાતકાળ કે મહામારી સમયે જેટલી સામગ્રી મળે, તેના દ્વારા જ પૂજન કરી લેવું જોઇએ. ઓછી સામગ્રીમાં પૂજા કરવાથી કોઇ દોષ લાગતો નથી. ઘટ સ્થાપના અને પૂજાની સરળ વિધિ અહીં અમે તમને જણાવી રહ્યા છીએ. જેના દ્વારા તમે ઘરમાં જ સુરક્ષિત રહીને નવરાત્રિની પૂજા સરળતાથી કરી શકશો.


આ વખતે નવરાત્રિમાં તિથિઓની વધ-ઘટ ન હોવાથી દેવી પૂજા માટે નવ દિવસ મળી શકશે. આ શુભ સંયોગ છે. સાથે જ અશ્વિની નક્ષત્રમાં નોરતા શરૂ થવાથી દેવી આરાધનાથી રોગ નાશનું વિશેષ ફળ મળશે. આ નોરતાની શરૂઆત 4 મોટા શુભ યોગમાં થઇ રહી છે. જેનો શુભ પ્રભાવ દેશભરમાં રહેશે. આ વર્ષે ભારતી, હર્ષ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગની અસર નોરતાના આઠમ દિવસે જોવા મળી શકે છે. શુભ યોગના પ્રભાવથી બીમારી અને ભયનું વાતાવરણ દૂર થઇ શકે છે. સાથે જ લોકોની આવક વધશે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. આ વખથે નોરતામાં કોઇપણ તિથિનો ક્ષય ન થવો પણ શુભ સંકેત છે.

ઘરમાં કેવી રીતે નવરાત્રિ ઊજવશો?

મહામારીના કારણે નવરાત્રિમાં દૈનિક જીવનમાં થોડો ફેરફાર કરવો જોઇએ. નોરતા દરમિયાન દરરોજ સૂર્ય નમસ્કાર કરવા અને ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઇએ. સૂર્ય પૂજાથી દેવી પ્રસન્ન થાય છે. સાથે જ, આવું કરવાથી પોઝિટિવ ઊર્જા મળે છે.
આ દિવસોમાં શક્તિપીઠ કે દેવી દર્શન માટે મંદિર જઈ શકાય નહીં તો ઉગતા સૂર્યમાં જ દેવીના સ્વરૂપનું ધ્યાન કરીને પ્રણામ કરવા જોઇએ. દુર્ગાસપ્તશતીના અધ્યાયમાં આ પ્રકારનું ધ્યાન મંત્ર જણાવવામાં આવ્યું છે.
દરેક વ્યક્તિમાં રહેલી જીવન શક્તિ દેવી તત્વનું જ સ્વરૂપ છે. તેના માટે માર્કંડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે "યા દેવી સર્વભૂતેષુ ક્ષુધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમ: તસ્યૈ નમો નમ:" એટલે વ્રત-ઉપવાસ સાથે જ યોગ, ધ્યાન અને પ્રાણાયમથી પોતાની જીવન શક્તિ વધારવી પણ દેવી આરાધના છે.

જળથી ભરેલો કળશ બ્રહ્માંડનું પ્રતીક છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે જે પ્રકારે પૃથ્વીના ગ્લોબમા જણાવવામાં આવ્યું છે. તે પ્રકારે જળથી ભરેલો કળશ બ્રહ્માંડનું પ્રતીક છે. કળશમાં પંચતત્વ અને બ્રહ્માંડમાં રહેલા શક્તિ તત્વની સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસ સુધી તે પોઝિટિવ ઊર્જાની પૂજા કરવામાં આવે છે જેના કારણે ધરતી ઉપર નાનાથી મોટા દરેક પ્રકારના જીવનને જીવન મળે છે. આ પ્રકારે કળશમાં જીવન શક્તિની સ્થાપના થાય છે અને નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે.

કળશ સ્થાપના અને પૂજાઃ-

ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહામારી કે પ્રાકૃતિક આપત્તિઓ હોવાથી ઓછામાં ઓછી સામગ્રીથી કરવામાં આવતી પૂજા સંપૂર્ણ ફળ આપે છે. એટલે જે વસ્તુઓ સરળતાથી મળી જાય, તેનાથી જ શ્રદ્ધાપૂર્વક કળશ સ્થાપના અને દેવી પૂજા કરવી જોઇએ.

ઘટ સ્થાપના અને પૂજા વિધિઃ-

પવિત્ર સ્થાનની માટીથી વેદી બનાવીને તેમાં જવ, ઘઉં વાવો. પછી તેના ઉપર તાંબા અથવા માટીના કળશની સ્થાપના કરો. કળશ ઉપર માતાની મૂર્તિ કે ચિત્ર રાખો
મૂર્તિ જો કાચી માટીથી બનેલી હોય અને તેના ખંડિત થવાની સંભાવના હોય તો તેના ઉપર અરીસો લગાવી દેવો.
મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દુર્ગાજીનું ચિત્ર કે પુસ્તર તથા શાલિગ્રામને વિરાજિત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો.
નવરાત્રિ વ્રતની શરૂઆતમાં સ્વસ્તિક વાચન-શાંતિપાઠ કરવાનો સંકલ્પ કરો અને સૌથી પહેલાં ભગવાન શ્રીગણેશની પૂજા કરો. પછી મુખ્ય મૂર્તિની પૂજા કરો.
દુર્ગા દેવીની પૂજામાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને શ્રીદુર્ગાસપ્તશતીનો પાઠ નવ દિવસ સુધી કરો.