કેનેડા પોસ્ટના ૧ર૧ કર્મચારીઓ કોવિડ-૧૯થી સંક્રમિત

February 01, 2021

  • છેલ્લા ૧૦ મહિનામાં અંદાજે ૧૦૦૦ લોકો કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા

ટોરોન્ટો :કેનેડા પોસ્ટે જણાવ્યું હતું કે, તેમની ઓન્ટેરિયોના મિસીસાગુઆ ખાતેની ઓફિસમાં નવા વર્ષના આરંભે કરાયેલા કોવિડ-૧૯ના ટેસ્ટમાં ૧ર૧ કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા. પ્રવકતાના જણાવ્યા મુજબ ડીકસી રોડ ખાતે મંગળવાર સુધીમાં સ્વૈચ્છિક ધોરણે ૪પ૦૦થી વધુ લોકોએ ટેસ્ટ કરાવ્યો હતો. ફિલ લેગોલ્ટે કહ્યુંં હતું કે, જયારે કેનેડા પોસ્ટે સ્વૈચ્છિક ધોરણે એક શિફટના કર્મચારીઓનું ટેસ્ટીંગ કરાવ્યું હતું. જેની સુચના પીલના જાહેર આરોગ્ય વિભાગે આપી હતી. તેમણે એમ પણ કહ્યુંં હતું કે, ટેસ્ટીંગ દરમિયાન કામગીરી પણ ચાલુ રાખવામાં આવી હતી. અને જે કર્મચારીઓ પોઝિટિવ આવે એમને કામના સ્થળે સેલ્ફ આઈસોલેટ કરવામાં આવ્યા હતાછેલ્લા ૧૦ મહિનામાં અંદાજે ૧૦૦૦ લોકો કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા હતાજે કેનેડા પોસ્ટની ઓફિસોમાં કાર્યરત હતા. દેશભરમાં આવી ૪૧૦૦ ઓફિસો છે. જાહેર આરોગ્ય વિભાગે કહ્યુંં હતું કે, કમ્યુનીટી ટ્રાન્સમીશનને કારણે કેસોમાં અસાધારણ વધારો થયો હતો. જે કામના સ્થળે કુલ ઈન્ફેકશનના ટકા જેટલો હતો.